January 16, 2025

જાફરાબાદ MLAના જમાઈ પર થયેલા હુમલા મામલે પોલીસ ફરિયાદ, 6 લોકો સામે ફરિયાદ

અમરેલીઃ જાફરાબાદમાં થયેલા MLA હીરા સોલંકીના જમાઈ પર હુમલા મામલો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ 6 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

હીરા સોલંકીના જમાઈ અને જિલ્લા બીજેપી યુવા મોરચાના પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો હતો. ચેતન શિયાળ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હતી. બોટમાંથી મચ્છી ખાલી કરવા જતા આરોપીએ ટ્રેક્ટર વચ્ચે રાખી ગાળો આપી હતી. આ ઉપરાંત 80,000 હજાર રૂપિયાની ગળામાં પહેરેલી ચેઇન લૂંટીને મારી નાંખવાની કોશિષ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આરોપી યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા, બોટનો દીઢીયો ટંડેલ, ટ્રેક્ટરનો ડ્રાયવર, અન્ય બોટનો ખલાસી સહિત 6 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.