January 16, 2025

અમરેલીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ પરંતુ ખેડૂતોની જ યાર્ડમાં ગેરહાજરી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી જીલ્લાના 10 કેન્દ્રો પર જુદાજુદા તાલુકા મથકે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જીલ્લામાં ખાંભા,રાજુલા,સાવરકુંડલા સહિત મથકે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખાંભા માર્કેટિક યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજના 40 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવી રહ્યા છે.

ખેડૂતોને વધારે બોલાવવાની માગ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા રાજુલા ખાંભા ધારી બગસરા અમરેલી લાઠી બાબરા સહિતના 10 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં તાલુકાના 2726 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ખાંભાના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ છે. બને સેન્ટરો પર દરરોજના 30 થી 40 જેટલા ખેડૂતો બોલવામાં આવે છે. તેની સામે 70 % જેટલા ખેડૂતો મગફળી લઈ ને આવે છે.

આ પણ વાંચો: નકલી માર્કશીટથી યુનિ.માં પ્રવેશ મેળવવાનું કૌભાંડ આવ્યું સામે

ખેડૂતોની ટેકાના ભાવે મગફળી
ખાંભા પંથકમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે તેની સામે ઉત્પાદન પણ ખૂબ જ આવ્યું છે. પરંતુ દિવાળી બાદ ખુલ્લી બજારમાં મગફળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સામે ટેકાના ભાવે ખેડૂતો ને રૂપિયા 1357 ના ભાવો મળી રહ્યા છે. તે ભાવને લઈ ખેડૂતોમાં ખુશી છે. દરરોજના 30 થી 40 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે. તેની જગ્યાએ વધારે ખેડૂતોને બોલાવવામાં આવે તો મગફળી વહેચવાની રાહ જોઈ રહેલા ખેડૂતો મગફળી ઝડપથી વહેંચી શકે અને ખેડૂતો ને ફાયદો થાય. અમરેલી જિલ્લાના જુદા જુદા તાલુકા મથકે ટેકાના ભાવેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખાંભા તાલુકાના 2726 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. તેની સામે આજ દિવસ સુધી 524 જેટલા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ ચૂકી છે. ખાંભા ખાતે આજ દિવસ સુધીમાં 50 હજાર બોરી મગફળીની ખરીદી થઈ ચૂકી છે.