અમરેલીની સરકારી સિવિલ હોસ્પિટલ દ્વારા ફી લેવાના મામલે શરૂ થયો વિરોધ

અમરેલી: અમરેલીની સરકારી સિવિલ હોસ્પિટલ દ્વારા ફી લેવાના મામલે વિરોધ શરૂ થયો છે. વસંત ગજેરા ટ્રસ્ટ દ્વારા સરકાર સાથે 33 વર્ષ સુધી એમોયું કરેલ હતું તેમ છતાં ફ્રી વસૂલાતા વિરોધ કરાયો હતો. છેલ્લા એક માસથી સરકાર હોસ્પિટલમાં આઇ.સી.યુ વોર્ડમાં વેન્ટિલેટરના બેડના 4500/- લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આઇ.સી.યુ વેન્ટિલેટર વગરના 3600/- લેવાના શરૂ કર્યું હતું.
આ ઉપરાંત હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી જમવા માટે 150/- લેવામાં આવતા હતા. આઇ.સી.યુ માટે દાખલ થનાર દર્દી પાસેથી ડિપોઝિટ 10 હજાર લેવાનું સારૂ કર્યું છે. જેને લઈ અમરેલી વિકાસ સમિતિ દ્વારા હોસ્પિટલ બચાવોના નારા સાથે અમરેલી કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી ફી વસૂલાતા આંદોલનના અધ્યાયનો આરંભ થયો છે. જાગૃત પ્રબુધ્ધ નાગરિકો દ્વારા ફી વસૂલતી સરકારી હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. જ્યારે હોસ્પિટલ સતાધીશો દ્વારા પ્રતિક્રિયા આપવા નનૈયો ભણ્યો.