January 16, 2025

અમરેલીના ખેડૂતની અમદાવાદમાં થઈ ઠગાઈ, ધંધામાં રોકાણનું કહીને કરી કરોડોની છેતરપિંડી

Ahmedabad Crime: ધંધામાં રોકાણના નામે અમરેલીના ખેડૂત સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. ખેડૂતને ગારમેન્ટ અને ટેકસટાઇલના ધંધામાં રોકાણ કર્યું હતું. શખ્સએ ખેડૂતને 20 ટકા ભાગીદારી આપવાની લાલચ આપી હતી. ખેડૂતની મિલકત મોર્ગેજ કરી 14.75 કરોડની લોન લીધી હતી. આટલું જ નહીં આરોપીએ ખેડૂત પાસેથી કોરા લેટરપેડ પર સહીઓ કરાવી ઠગાઈ કરી છે.

આ પણ વાંચો: જેતપુરના ઝેરી પાણીની પોરબંદરમાં નીકળશે અંતિમયાત્રા

હપ્તા ન ભર્યા
અમરેલીના ખેડૂત સાથે અમદાવાદમાં કરોડોની ઠગાઈ થઈ છે. ખેડૂત પાસેથી ગારમેન્ટ અને ટેકસટાઇલના ધંધામાં રોકાણના બહાને 14.75 કરોડની લોન લીધી હતી. લોન અંગત ઉપયોગમાં વાપરી હપ્તા ભર્યા ના હતા. નવરંગપુરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અનિલ રૂંથલા નામના વેપારી સામે ગુનો નોંધાયો છે. પ્રદીપ સેંજલિયા નામનો ખેડૂત છે જે અમરેલીનો છે તેણે ફરિયાદ કરી છે.