December 19, 2024

BJPના નેતાએ પક્ષ સામે જ બાંયો ચડાવી, ડો. ભરત કાનાબારનું સણસણતું ટ્વીટ

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના ભાજપના નેતા ડો.ભરત કાનાબારે ફરી ધગધગતું ટ્વીટ કર્યું છે અને વરસાદની તારાજી પછી નેતાઓ સામે ફાટી નીકળેલા રોષ સામે ડો. ભરત કાનાબારનું ટ્વીટ વાયરલ થયું છે.

અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે લોકોનો આક્રોશ પોતાને નેતા અને આગેવાન માનતા રાજકીય વ્યક્તિઓ માટે ખતરાની ઘંટડી સમાન છે. મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ ‘અનિવાર્ય અનિષ્ટ’ છે. જેમનો ઉદ્દેશ રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી! જાહેર જીવનમાં પડેલા તમામ લોકોને આત્મમંથન કરવાનો સમય છે. રાજકીય લોકો તેમની ખરડાયેલી ઈમેજ સુધારવાનો પડકાર ઝીલી લેવા તૈયાર છે ખરા?

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી,સી.આર.પાટીલ, ભુપેન્દ્રભાઈ, વિજય રૂપાણી, રૂપાલા અને રત્નાકરને ટ્વીટનું ટેગ ડો.કાનાબાર કર્યું હતું અને
ભાજપમાં રહીને પણ ભાજપની ક્ષતિઓ સામે અવાજ ઉઠાવતા ડો.કાનાબારના ટ્વીટથી ખળભળાટ મચી જવા પામ્યો છે.