December 26, 2024

અમરેલીમાં બિસ્માર રોડને લઈને કોંગ્રેસે રામધૂન બોલાવીને કર્યો અનોખો વિરોધ

Amreli News: અમરેલીમાં વડીયાથી બાટવા દેવલીનો બિસ્માર રોડને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. વડીયા થી બાટવા દેવલીનો બિસ્માર રોડને લઈને વિરોધ કર્યો હતો. શ્રીરામ જય રામ જય જય રામની ધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા અઢી વર્ષથી વડીયા બાટવા દેવળી રોડ બિસ્માર હાલતમાં છે.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી, સાત હોસ્પિટલોને કરાઈ સસ્પેન્ડ

શ્રીરામ જય રામ જય રામની ધૂન
અમરેલીમાં વિકાસને લઈને લોકો ઝઝૂમી રહ્યા છે. મોટી વાત તો થીક પરંતુ સામાન્ય બાબતોને લઈને વિકાસ માટે અમરેલીના લોકો ઝઝૂમી રહ્યા છે. ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ પરિણામ આવતાની સાથે અમરેલીની જનતાને ભૂલી જાય છે. અમરેલીમાં વડીયાથી બાટવા દેવલીનો બિસ્માર રોડને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા અઢી વર્ષથી વડીયા બાટવા દેવળી રોડ બિસ્માર હાલતમાં છે. શ્રીરામ જય રામ જય જય રામની ધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.