November 20, 2024

અમરેલીમાંથી પોલીસ યુનિફોર્મ પહેરી રખડતો નકલી અધિકારી ઝડપાયો

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ પહેરી પોલીસ નેમ પ્લેટ રાખી નકલી પોલીસ બની આંટાફેરા કરતા વ્યક્તિને એલસીબીએ ઝડપી પાડ્યો છે. ત્યારે હાલ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યભરમાં નકલી પોલીસ અધિકારીઓ આઇપીએસ સહિત જજ સહિતના નકલી અધિકારીઓ ઝડપાય છે. ત્યારે વધુ એક અધિકારી ઝડપાયો છે. અમરેલી જિલ્લામાં નકલી પોલીસ આંટાફેરા મારતો ઝડપાયો છે. અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ ન હોવા છતાં ખોટી ઓળખ ઉભી કરી એક નકલી ઇસમ ફરતો હતો. ગુજરાત પોલીસ યુનિફોર્મ સાથે પ્લેટ રાખવામાં આવી હતી. અમરેલી એલસીબી દ્વારા પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિની પૂછપરછ કરી પોલીસ ન હોવાની માહિતી મળતા પોલીસ યુનિફોર્મ કબ્જે કરી સીટી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

હાલ સીટી પોલીસને આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવા (ઉ.31, ચિતપુર, તાલુકો – ઉચ્છલ, જિ – તાપી)ની ધરપકડ કરવામાં આવી છે. વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અન્ય વ્યક્તિઓ સાથે કોઈ છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ કોઈ સાથે છેતરપીંડી ફ્રોડ ન થયો હોવાની માહિતી પોલીસ તપાસમાં ખુલી છે.