December 19, 2024

ધારી ખોડિયાર મંદિરે લાપસી કરવા જતા સમયે સર્જાયો અકસ્માત, 1નું મોત

Amreli Accident: બગસરા નજીક હડાળા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. વાવલિયા પરિવાર ધારી ખોડિયાર લાપસી કરવા જતા અકસ્માત થયો હતો. બોલેરો પિકપ વાહન પલટી મારી જતા 16 લોકોને ઇજા 1નું મોત થયું છે. તમામ ઈજાગ્રસ્તોને અમરેલી સારવાર અર્થે રીફર કરાયા છે.

આ પણ વાંચો: રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ, મામા-ભાણેજ વચ્ચે ખરાખરીનો મુકાબલો

ગોઝારો અકસ્માત સર્જાયો
અવારનવાર રાજ્યમાં અકસ્માત થઈ રહ્યા છે. અકસ્માતમાં લોકોના મોત થવાનો આંકડો વધી રહ્યો છે. ફરી એક વાર અમરેલીમાં આવેલા બગસરા નજીક હડાળા પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં ઘારી ખોડિયાર મંદિરે લાપસી કરવા જતા હતા તે સમયે અકસ્માત થયો હતો. બોલેરો પિકપ વાહન પલટી મારી જતા 16 લોકોને ઈજા અને એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે.