’55 દિવસ કેદી…મુક્કા મારતા, ખરાબ રીતે સ્પર્શ કરતા’, અમિત સોસાને જણાવી રૂંવાડા ઉભી કરતી કહાણી
Amit Soussana: હમાસ દ્વારા બંદી બનાવાયેલા અમિત સોસાનાએ તેના અપહરણના 55 દિવસ દરમિયાન સહન કરેલા કથિત જાતીય શોષણ અંગે પોતાનું મૌન તોડ્યું છે. મળતી માહિતી અનુસાર ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલામાં કેદી બનાવી લેવામાં આવેલી અમિત સોસાનાએ હમાસની કેદમાં વિતાવેલ પોતાના 55 દિવસના ભયાનક અનુભવો શેર કર્યા છે. અહેવાલ મુજબ, તે પહેલી બંધક મહિલા છે જેણે ગાઝામાં જે જાતીય સતામણી અને હિંસાનો સામનો કરવો પડ્યો હતો તે અંગે જાહેરમાં વાત કરી હતી.
ઘરમાંથી દસ લોકોનું અપહરણ
આ અંગે સોસાનાએ કહ્યું કે ઓછામાં ઓછા દસ લોકોએ તેના ઘરેથી અપહરણ કર્યું હતું. આ પછી તેની સાથે અનેક ભયંકર ઘટનાઓ બનવા લાગી. સોસાના વ્યવસાયે વકીલ નવેમ્બર 2023 ના અંતમાં બંધક અદલા-બદલીના ભાગ રૂપે મુક્ત કરવામાં આવી હતી.
એક રિપોર્ટ અનુસાર સોસાનાની આઠ કલાકની મુલાકાતમાં તેણે તેના અપહરણકર્તાઓના હાથે અનુભવેલી માનસિક અને શારીરિક પીડાનું વર્ણન કર્યું.
‘સાંકળોથી બાંધીને એકલા રાખ્યા’
સોસાનાએ કહ્યું કે ઘણા દિવસો સુધી કેદમાં રહ્યા પછી, તેના ગાર્ડ્સે તેને તેની સેક્સ લાઈફ વિશે પૂછવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે તેને બાળકોના બેડરૂમમાં એકલી રાખવામાં આવી હતી અને તેના ડાબા પગની ઘૂંટીની આસપાસ સાંકળ બાંધવામાં આવી હતી.
સોસાનાના કહેવા પ્રમાણે, ક્યારેક ગાર્ડ અંદર આવતો, બેડ પર તેની બાજુમાં બેઠો, તેનો શર્ટ ઉપાડીને તેને સ્પર્શ કરતો. તેણે જણાવ્યું કે ગાર્ડ વારંવાર પૂછતો હતો કે તેણીને માસિક ક્યારે આવશે. જ્યારે 18 ઓક્ટોબરની આસપાસ તેના પીરિયડ્સ પૂરા થયા. ત્યારે તેણીએ લગભગ એક અઠવાડિયા સુધી રક્તસ્ત્રાવ થવાનો ડોળ કરીને રક્ષકોને ટાળવાનો પ્રયાસ કર્યો.
‘ગાર્ડે મારા પર હુમલો કર્યો’
24 ઓક્ટોબરની આસપાસ, સોસાનાએ જણાવ્યું કે, પોતાની જાતને મુહમ્મદ તરીકે ઓળખાવતા ગાર્ડે તેના પર હુમલો કર્યો હતો. જ્યારે તેણીએ તેના કપડા ઉતાર્યા અને બાથટબમાં સ્નાન કર્યું, ત્યારે મુહમ્મદ પાછો ફર્યો અને પિસ્તોલ સાથે દરવાજા પાસે ઉભો હતો.
“તે મારી તરફ આવ્યો અને મારા કપાળ પર બંદૂક તાકી,” તેમજ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગાર્ડે તેણને તેનો ટુવાલ કાઢવા દબાણ કર્યું, જે પછી ‘મુહમ્મદે તેને પકડી લીધી. તેને બાથટબની કિનારે બેસાડી અને ફરીથી માર માર્યો.’
મંગળવારે, ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે આ અહેવાલ પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સોસાના એ બધા લોકો માટે બોલી છે જે બોલી શકતા નથી. તે હમાસના ધિક્કારપાત્ર જાતીય અપરાધો અને દુર્વ્યવહારના તમામ પીડિતો વતી બોલે છે. તેને તમામ મહિલાઓ માટે વાત કરી છે.
રાષ્ટ્રપતિએ લખ્યું, ‘હમાસના ઘાતકી આતંકની નિંદા કરવા અને તમામ બંધકોને તાત્કાલિક પરત લાવવાની માગણીમાં અમિત અને તમામ પીડિતોની સાથે ઊભા રહેવાની સમગ્ર વિશ્વની નૈતિક ફરજ છે.’ હોસ્ટેજ ફેમિલી ફોરમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમિત સોસાનાની તેની ભયાનક કેદ વિશેની હિંમતભરી જુબાની એ હમાસ દ્વારા બંધકોના ઘણા કરુણ અહેવાલોમાંથી એક છે.” અમિત એક હીરો છે. તમામ બંધકો 172 દિવસ સુધી આ નરક સહન કરતા રહ્યા. બહુ મોડું થાય તે પહેલાં આપણે આ બહાદુર મહિલાઓ અને પુરુષોને ઘરે લાવવા જોઈએ.
યુએનના રિપોર્ટમાં હમાસ પર ગંભીર આરોપો
આ મહિનાની શરૂઆતમાં, યુનાઇટેડ નેશન્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે દર્શાવે છે કે બળાત્કાર અને સામૂહિક બળાત્કાર, જાતીય હિંસાનાં અન્ય કૃત્યો વચ્ચે, સંભવતઃ ઓક્ટોબર 7 ના હમાસ હુમલા દરમિયાન થયો હતો. યુએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંધકો પર બળાત્કાર થયો હોવાના ‘સ્પષ્ટ અને વિશ્વાસપાત્ર’ પુરાવા છે. ગઝાન અને હાલમાં કેદમાં રાખવામાં આવેલા લોકો હજુ પણ આવા દુરુપયોગનો સામનો કરી રહ્યા છે. જોકે, હમાસના અધિકારી બસેમ નઈમે યૌન ઉત્પીડનના યુએનના અહેવાલને નકારી કાઢ્યો હતો.
100 લોકો હજુ પણ બંધક છે
7 ઓક્ટોબરના રોજ હમાસના હુમલામાં લગભગ 1,200 ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા અને 200 થી વધુનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી ઈઝરાયેલે ગાઝા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી હતી.