December 19, 2024

મહારાષ્ટ્રના હિંગોલીમાં અમિત શાહના બેગની થઇ તપાસ, ચૂંટણી પંચના અધિકારીઓએ કરી તપાસ

Amit Shah Bag Check: મહારાષ્ટ્રના હિંગોલીમાં ગૃહમંત્રી અમિત શાહની બેગની તપાસ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના અધિકારીઓએ શાહની બેગ તપાસી હતી. ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે આ ઘટના બની છે. સોમવારે યવતમાલ જિલ્લામાં અને મંગળવારે લાતુરમાં ઉદ્ધવ ઠાકરેની બેગની બે વાર તપાસ કરવામાં આવી હતી.

ફડણવીસની બેગ પણ તપાસી
એક દિવસ પહેલા, BJPના મહારાષ્ટ્ર યુનિટે બુધવારે X પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં સુરક્ષા કર્મચારીઓ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની ‘બેગ’ તપાસતા જોવા મળે છે. ભાજપે કહ્યું કે માત્ર દેખાડો કરવા માટે બંધારણનો આશરો લેવો પૂરતો નથી અને દરેકે બંધારણીય પ્રણાલીનું પણ પાલન કરવું જોઈએ. ભાજપે પોસ્ટમાં કહ્યું હતું કે કેટલાક નેતાઓને ‘ડ્રામા’ કરવાની આદત છે. નોંધનીય છે કે, આ પોસ્ટને ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટી શિવસેના (UBT) દ્વારા છેલ્લા બે દિવસમાં ઓનલાઈન વીડિયો શેર કર્યા બાદ શેર કરવામાં આવી હતી.