અમિત શાહે આર્ચાય ભગવંતશ્રી બુદ્ધીસાગર સુરિશ્વર મહારાજ સાહેબની 150મી જયંતી નિમિત્તે કર્યું સિક્કાનું વિમોચન

Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરનીની મુલાકાતે છે. ત્યારે આજે સવારે તેમણે શેલા સ્થિત ઔડાના ઓડિટોરિયમમાં આર્ચાય ભગવંતશ્રી બુદ્ધીસાગર સુરિશ્વર મહારાજ સાહેબની 150મી જયંતી નિમિત્તે 150 રૂપિયાના સિક્કાનું વિમોચન કર્યું હતું.

ત્યાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એસ.જી.હાઈવે સ્થિત રાજપથ ક્લબના ડાયમંડ હોલમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતાં અહીં તેમણએ સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના પુનર્મુદ્રિત પુસ્તકોનું વિમોચન કર્યુ હતું.

આ ઉપરાંત અમિત શાહે જેતલપુર સ્થિત એમ.પી.પંડ્યા હાઈસ્કૂલમાં આયોજીત એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. અહીંથી તેઓ અડાલજ પહોંચ્યા હતાં. અહીં તેમણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

જોકે, અમિત શાહ બપોરે 2.20 કલાકે દાદા ભગવાન કન્વેન્શન સેન્ટર ખાતે વકીલોના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તો બપોરે 3.45 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ભૂમિપૂજન અને ડીજીટલ સેવા પોર્ટલનું લોન્ચિંગ કરશે. SAG દ્વારા નિર્માણ પામનાર પેરા હાઈપર્ફોર્મન્સ સેન્ટરના ભૂમિપૂજન અને ડીજીટલ સેવા પોર્ટલનું લોન્ચિંગ કરશે તો સાંજે 4.55 કલાકે ગાંધીનગરમાં કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિનું અનાવરણ કરશે. ડભોડા શાશ્વત મિથિલા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભવનના લોકાર્પણ અને મૂર્તિનું અનાવરણ કરશે.