March 10, 2025

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનો ભૂમિપૂજન કરાયું

ગાંધીનગર: ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનો ભૂમિપૂજન સમારોહ યોજાયું હતું. મહાત્મા મંદિરમાં કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ભૂમિપુજન કરાયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. 316.82 કરોડના ખર્ચે આ પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર નિર્માણ થશે. 12 પ્રકારની આંતરરાષ્ટ્રિય અને રાષ્ટ્રીય સ્તરની રમતો માટે સુવિધા ઉપલબ્ધ થશે.

પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર દેશનું પ્રથમ હાઇટેક સેન્ટર બનશે. 2 મલ્ટી પરપઝ હોલનું નિર્માણ કરાશે. પેહલા ગુજરાતના ખેલાડીઓને દાળ-ભાતવાળા કહેતા હતા. AI ટેકનોલોજીથી ટ્રેનિંગ મળે તે માટે સેન્ટર બનવામાં આવી રહ્યું છે. 100થી વધુ ખેલાડી અહીં રહીને ટ્રેનિંગ લઈ શકશે. આ સેન્ટર માટે કઈ સુવિધા હોઈ શકે તે માટે અમિત શાહનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. બે વર્ષમાં આ સેન્ટર ઇન્ટરનેશલ કક્ષાનું સેન્ટર બનશે.