અમિત શાહે 1950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજથી બે દિવસી સુધી અમિત શાહ ગુજરાતમાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમોમાં ભાગ લેશે અને સાથે જ વિકાસના કામોની ભેટ પણ ગુજરાતને આપશે. પ્રથમ દિવસે આજે અમિત શાહે 1950 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું અને જૂના વાડજમાં EWS ના 588 આવાસ એકમોનું લોકાર્પણ કર્યું હતું.
નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજા નંબરે લઈ જઈશું – અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે ગુજરાત અને તેમના મત વિસ્તરમાં વિકાસના કામોની ભેટ આપતા હોય છે ત્યારે આજે વધુ એક વિકાસની ભેટ તેમણે આપી હતી. દરમિયાન અમિત શાહે જાહેર સભાને સંબોધતા કહ્યું કે, આજે 1900 કરોડથી વધુના ઉદ્ઘાટન અને લોકાર્પણ થયા છે. ત્રણ લોકસભા મતવિસ્તારમાં 1900 કરોડ રૂપિયાના વિકાસ કામો થયા છે. વધુમાં તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈએ એક સાથે 1.25 લાખ લોકોને ઘરની ચાવી આપી છે. અગાઉની સરકારમાં ભારતની અર્થવ્યવસ્થા 11 માં નંબરે હતી, જે આજે માત્ર 10 વર્ષમાં સમગ્ર વિશ્વમાં 5માં નંબરે પહોંચી છે. નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં દેશને ત્રીજા નંબરે લઈ જઈશું. તેમણે કહ્યું કે, વર્ષ 2047 માં ભારત દેશ દુનિયામાં પ્રથમ સ્થાને હશે.
आज अहमदाबाद के थलतेज में AMC के नवनिर्मित सामुदायिक स्वास्थ्य केंद्र का उद्घाटन किया।
આજે અમદાવાદના થલતેજ વોર્ડમાં AMCના નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.
મને વિશ્વાસ છે કે આ આરોગ્ય કેન્દ્ર વિસ્તારના રહેવાસીઓને પરવડે તેવી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડીને સ્વસ્થ ભારત… pic.twitter.com/SnlLEH6TDw— Amit Shah (@AmitShah) February 12, 2024
આવતી કાલે સાણંદમાં ભવ્ય રોડ-શો
સાંજે 5 વાગ્યે ગૃહમંત્રી શાહ ગાંધીનગર પ્રીમીયર લીગના ઉદ્ધાટન સમારોહમાં હાજરી આપશે. આવતીકાલે અમિત શાહ સાણંદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ 1429 કરોડની સિંચાઈ સુવિધાનું ખાતમુહૂર્ત કરશે. ગૃહમંત્રી શાહ આ કાર્યકમ પહેલા સાણંદ ખાતે ભવ્ય રોડ શો પણ કરશે.