હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાની અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Amit Shah: GMDC ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો 2025 આજથી શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. 2000 જેટલી મહિલાઓ કળશ યાત્રામાં GMDC ગ્રાઉન્ડ પહોંચી હતી. આ સમયે હિંદુ આઘ્યાત્મિક અને સેવા મેળામાં અમિત શાહે સંબોધન કર્યું હતું. આવો જાણીએ શું કહ્યું તેમણે.
અમિત શાહે કહી આ વાત
હિંદુ આઘ્યાત્મિક અને સેવા મેળામાં અમિત શાહે સંબોધન શરૂ કરતાની સાથે સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આઝાદ હિંદ ફોજ બનાવવાની વાત અમિત શાહે નેતાજીને યાદ કર્યા હતા. રામ રામ કહીને અમિત શાહે સ્પીચ ની શરૂઆત કરી હતી. દુનિયાભરના દેશોનો આઝાદીનો ઇતિહાસ લખાશે. રશિયાથી ચાલીને શરૂ કરી આઝાદ હિંદ ફૌજ બનાવી આઝાદીનું કામ કર્યું છે. 200 થી વધુ સંસ્થાઓને એક મંચ પર લાવવાનું કામ થયું છે. આયોજકો ને અભિનંદન આપુ છું. પારિવારિક મૂલ્યોના સંરક્ષણ માટે આ મેળો ખૂબ મોટો રોલ છે. RSSના અનેક કાર્યકરોએ આ સંસ્થાને નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું છે. ગુજરાતના લોકો માટે જ્ઞાન વર્ધક સાબિત થશે.
આ પણ વાંચો: રાજકોટ ટ્રાફિક પોલીસે અનોખું અભિયાન, 350 બાઈકમાંથી ગેરકાયદેસર સાયલેન્સર કઢાયા
રામલલ્લાનો વનવાસ પૂર્ણ થયો
કાશ્મીરમાં કલમ 370 સમાપ્ત થઈ. 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂર્ણ થયો. સોમનાથ મંદીર સોનાનું થઈ રહ્યું છે. ટ્રિપલ તલાક સમાપ્ત થયો. ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. આજે વિશ્વના 170 દેશ યોગનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. G-20 સમયે આખી દુનિયા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે તે પણ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. વનવાસી ગામએ શહરી લોકોને જાણ કરશે. 7 હવન કુંડમાં સવારથી સાંજ સુધી યજ્ઞ ચાલશે. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી આ મેળો છે. અનેક એમ્બેસેડર આમંત્રણ પત્રિકા માંગે છે.