આજે અમિત શાહ ગુજરાતમાં, લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજર રહેશે
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજર રહેશે. અમિત શાહ ગુજરાતને 1548 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવાના છે. ત્યારે અમિત શાહ કયા વિસ્તારમાં કયા કાર્યક્રમમાં હાજરી આપવાના છે અને કયા વિકાસકાર્યોની ભેટ આપવાના છે
ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહનો સવારે 10 વાગ્યે અમદાવાદના થલતેજના અર્બન હેલ્થ સેન્ટરમાં કાર્યક્રમ છે. જ્યાં અમિત શાહ AMCના CHCનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સવારે સાડા દશ વાગ્યે રામપીરના ટેકરા ખાતે ઝૂંપડપટ્ટી પુર્નવસન યોજના હેઠળ 588 આવાસોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પોણા અગિયાર વાગ્યે વાડજ ગુજરાતી શાળા નંબર એક ખાતે AMC સંચાલિત શાળાનું લોકાર્પણ કરશે.
ત્યારબાદ સવારે 11 વાગ્યે સ્વસ્તિક સ્કૂલ ખાતે સ્વર્ગવાસી પ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિધરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવા અગિયાર વાગ્યે મિર્ચી ગ્રાઉન્ડમાં મનપાના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે અને સાંજે સાડા ચાર વાગ્યે SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ ગાંધીનગર પ્રિમિયર લીગનું ઉદ્ધાટન પણ કરવાના છે.
જાણો અમિત શાહ કયા કયા કાર્યક્રમમાં હાજર રહેશે
થલતેજ વોર્ડમાં AMCના CHCનું લોકાર્પણ
સમયઃ સવારે 10:00 કલાકે
સ્થળઃ અર્બન હેલ્થ સેન્ટર, થલતેજ
ઝૂંપડપટ્ટી પુર્નવસન યોજના હેઠળ 588 આવાસોનું લોકાર્પણ
સમયઃ સવારે 10:30 કલાકે
સ્થળઃ રામપીરના ટેકરા
AMC સંચાલિત શાળાનું લોકાર્પણ
સમયઃ સવારે 10:45 કલાકે
સ્થળઃ વાડજ ગુજરાતી શાળા નં.1
સ્વ.પ્રકાશચંદ્ર પાઠક માર્ગના નામાભિધરણનો કાર્યક્રમ
સમયઃ સવારે 11:00 કલાકે
સ્થળઃ સ્વસ્તિક સ્કૂલ
મનપાના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ
સમયઃ સવારે 11:15 કલાકે
સ્થળઃ મિર્ચી ગ્રાઉન્ડ
ગાંધીનગર પ્રિમીયર લીગનો ઉદ્ધાટન સમારોહ
સમયઃ સાંજે 4:30 કલાકે
સ્થળઃ SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ