January 23, 2025

અમિત શાહના ફેક વીડિયોનો મામલો, MLA જિગ્નેશ મેવાણીના PA સહિત AAPના કાર્યકર્તાની ધરપકડ

અમદાવાદઃ અમિત શાહના ફેક વીડિયો મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વીડિયોમાં છેડછાડ કરી હતી.

અમદાવાદ સાયબર ક્રાઇમે અમિત શાહના ફેક વીડિયો મામલે બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સતિષ વસાણી અને આરબી બારીયાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સતીષ વાસાણી MLA જીગ્નેશ મેવાણીનો પીએ છે. જ્યારે આરોપી આરબી બારીયા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે. તેલંગાણાની સભાનો વીડિયો એડિટ કરીને વાયરલ કર્યો હતો. આરોપીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાના વીડિયોને એડિટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે આ મામલે તેલંગાણાના CMને સમન્સ પાઠવ્યું છે. CM રેવંત રેડ્ડી સહિત 5 કોંગી નેતાઓને સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમને દિલ્હી પોલીસે આવતીકાલે હાજર રહેવા જણાવ્યું છે. આવતીકાલે દિલ્હી પોલીસ તેમની પૂછપરછ કરશે.

મહત્વનું છે કે, ગઈકાલે આસામના ગુવાહાટીમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રિતોમ સિંહ નામના શખ્સની ધરપકડ કરી હતી. આરોપી શખ્સના બે મોબાઈલ અને એક લેપટોપ જપ્ત કરવામાં આવ્યા હતા. તેની ધરપકડ અંગેની માહિતી CM હેમંતા બિસ્વાએ આપી હતી.