November 5, 2024

પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગ મામલે અમેરિકાનું નિવેદન – અમે દખલ નહીં કરીએ

અમદાવાદ: પાકિસ્તાનની અંદર ભારતમાં મોસ્ટ વોન્ડેટ આંતકવાદીઓની સતત હત્યા થઈ રહી છે. જે બાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓમાં હલચલ મચી ગઈ. ઈસ્લામાબાદમાં આ તમામ ઘટનાઓ પાછળ ભારતની ગુપ્તચર એજન્સી Rawનો હાથ હોવાનું જણાવતા કહ્યું કે, તે ટાર્ગેટ કિલિંગ કરી રહ્યું છે. આ આરોપો પર એક બ્રિટિશ ન્યૂઝ પેપરે કથિત રીતે ઇન્વેસ્ટિગેશન સ્ટોરી કહી હતી. હવે આ આરોપો પર અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે.

અમેરિકા દખલગીરી નહીં કરે
મીડિયાએ પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગના ભારતના આરોપો પર અમેરિકાનું વલણ પૂછ્યું ત્યારે વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, ‘અમે આ મુદ્દાને લગતા મીડિયા અહેવાલોને જોઈએ છીએ. અમે આ આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી. આ બાબતમાં દખલગીરી નહીં કરીએ, પરંતુ અમે બંને પક્ષોને વિનંતી કરીશું કે તેઓ તણાવ ઓછો કરે અને વાતચીત દ્વારા ઉકેલ શોધે.’

આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે સિયાલકોટમાં શાહિદ લતીફ અને રાવલકોટમાં મોહમ્મદ રિયાઝની હત્યા ભારતીય એજન્ટ યોગેશ કુમાર અને અશોક કુમાર આનંદ દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છેકે, પાકિસ્તાનના સિયાલકોટમાં આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના નજીકના સાથી અને પઠાણકોટ એર બેઝ હુમલાના માસ્ટરમાઈન્ડ જૈશ આતંકવાદી શહીદ લતીફને 11 ઓક્ટોબર 2023 ના રોજ અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આતંકવાદીઓ ડરીને પાકિસ્તાન આવ્યા હતા
આ બધા વચ્ચે ‘અજાણ્યા બંદૂકધારી’ના હુમલાથી ડરી ગયેલા આતંકવાદીઓ અને તેમના આકાઓ પાકિસ્તાનમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ISI એ પાકિસ્તાનમાં હાજર ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓના ટોપ લેવલના આતંકીઓને સુરક્ષા આપી છે. તે જ સમયે કેટલાક આતંકવાદીઓએ આધુનિક શસ્ત્રોથી સજ્જ ખાનગી સુરક્ષા ગાર્ડને રાખ્યા છે. કરાચી, લાહોર, રાવલપિંડીમાં હંમેશા સામૂહિક રેલીઓ અને મેળાવડા કરનારા આતંકવાદીઓ પણ હવે ખુલ્લેઆમ રેલીઓ અને મેળાવડાઓમાં ભાગ લેતા નથી.

બ્રિટિશ અખબારના ખુલાસા બાદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને બદનામ કરવામાં આવી રહી છે. લશ્કર ચીફ હાફિઝ સઈદ, મૌલાના મસૂદ અઝહર વર્ષોથી ભૂગર્ભમાં છે. ભારતીય એજન્સીઓને લગભગ એક વર્ષથી ન તો કોઈ ઓડિયો મળ્યો છે કે ન તો કોઈ સાર્વજનિક હાજરી. એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે હવે પાકિસ્તાનમાં પણ આતંકવાદીઓ ભયમાં છે.