December 27, 2024

ટ્રમ્પ આગળ નીકળતાં જ ક્રિપ્ટો કરન્સીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, બિટકોઇન ઓલટાઇમ હાઇ

નવી દિલ્હીઃ યુએસ પ્રેસિડેન્ટની ચૂંટણીના મત ગણતરીમાં ડોનાલ્ડ ટ્રમ્પને લીડ મળવાને કારણે ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં જબરદસ્ત વધારો થયો છે. બિટકોઈનની કિંમત 75,011.06 હજાર ડોલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શી ગઈ છે. અગાઉ બિટકોઈન 14 માર્ચે $73,797.68ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. એક સમયે ક્રિપ્ટોકરન્સીના કટ્ટર ટીકાકાર રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાનું વલણ બદલ્યું છે અને તેમને ક્રિપ્ટો સમર્થક ગણવામાં આવી રહ્યા છે. ત્યારે કમલા હેરિસ જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા, ત્યારે ક્રિપ્ટો ઉદ્યોગને લઈને કડક વલણ અપનાવ્યું હતું. Bitcoin એ વર્ષ 2024માં 70%થી વધુ વળતર આપ્યું છે. આ વૈશ્વિક શેર અને સોના જેવી પરંપરાગત અસ્કયામતો કરતાં ઘણું વધારે છે.

બીટવાઈસ એસેટ મેનેજમેન્ટના રિસર્ચ હેડ રાયન રાસમુસેન કહે છે કે, ચૂંટણી ક્રિપ્ટો પર ભારે અસર કરે છે. રેયોનના મતે જ્યાં સુધી સ્પષ્ટ પરિણામો ન આવે ત્યાં સુધી ક્રિપ્ટોકરન્સીના ભાવમાં વધઘટ થઈ શકે છે. ટ્રમ્પ અથવા હેરિસની જીતની અસર વિશે રેયાન કહે છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતે છે, તો તે નવી ઊંચાઈએ પહોંચી શકે છે, જ્યારે કમલા હેરિસ જીતે છે, તો થોડી વેચવાલી જોવા મળી શકે છે.

ટ્રમ્પ ક્રિપ્ટો ઉદ્યોગ માટે સકારાત્મક હોવાની માન્યતા
આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી ક્રિપ્ટો બિઝનેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણાં લોકો હેરિસની જીતને ક્રિપ્ટો માટે ખતરો માની રહ્યા છે. તો બીજી તરફ ટ્રમ્પને ક્રિપ્ટો બિઝનેસ માટે સકારાત્મક માનવામાં આવે છે. આ ઉપરાંત બંને ઉમેદવારોએ વધેલા વેરા ઘટાડવાની ખાતરી આપી છે, જેના કારણે પણ ચિંતા સર્જાઈ છે. આવી સ્થિતિમાં સોનાની જેમ બિટકોઈન પણ ઘણાં રોકાણકારો માટે હેજિંગનું સાધન બની ગયું છે.

ઇથેરિયમ-ડોજકોઇનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે
બિટકોઇન ઉપરાંત અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે આજે Ethereumના દરમાં 6.5%નો વધારો થયો છે. ડોજકોઈનની કિંમત, જેને ‘મેમેકોઈન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને ટ્રમ્પ સમર્થક એલોન મસ્ક દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, તેમાં પણ 18%નો ઉછાળો આવ્યો છે.