July 3, 2024

હિન્દુ વિરોધી હુમલાઓ કોઈપણ રીતે સહન નહિ કરાય: અમેરિકન સાંસદો

USA: અમેરિકામાં છેલ્લા કેટલાય સમયથી હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે અહીંયા સાંસદ સામે આવ્યા છે. તેમણે અમેરિકામાં હિન્દુફોબિયા અને લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ થઈ રહેલ ભેદભાવને લઈને વિરોધ વ્યક્ત કરવા માટે ભારતીય અમેરિકનોને પોતાનું સમર્થન આપવાનો સંકલ્પ કર્યો છે.

ત્રીજી વખત ઉજવાયો રાષ્ટ્રીય હિન્દુ વકાલત દિવસ
ઉત્તર અમેરિકાના હિંદુઓના ગઠબંધન (COHNA)એ 28 જૂનના રોજ ત્રીજી વખત રાષ્ટ્રીય હિંદુ વકાલત દિવસની ઉજવણી કરી. આ દરમિયાન ઘણા હિંદુ વિદ્યાર્થીઓ, રિસર્ચર્સ અને સામુદાયિક સમુદાયના નેતાઓએ ભાગ લીધો હતો અને અમેરિકામાં રહેતા હિંદુઓની ચિંતાઓને લઈને ચર્ચા કરી હતી.

હિન્દુફોબિયા અને મંદિરો પર હુમલાની કરી નિંદા
સાંસદ થાનેદારે અહીં દિવસભર ચાલેલી વકાલતમાં કહેવાયું હતું કે, ‘અમે અહીં છીએ અને અમે લડાઈ લડી રહ્યા છીએ.’ હાઉસ રિઝોલ્યુશન 1131 રજૂ કરનાર ડેમોક્રેટ થાનેદારે કહ્યું કે તમારા બધાનો અવાજ સંસદમાં હિન્દુ સમુદાયનો અવાજ છે. આ સાથે તેમણે હિંદુ અમેરિકન સમુદાયના યોગદાનની ઉજવણી કરતી વખતે હિંદુફોબિયા અને મંદિરો પર હુમલાની નિંદા કરી છે.