November 18, 2024

T20 World Cupના ઈતિહાસમાં પહેલી મેચ જીતી USAની ટીમ, આ ખેલાડીઓનો મોટો ફાળો

United States America vs Canada: અમેરિકાની ટીમે T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચમાં જીત મેળવી લીધી છે. અમેરિકાના બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું છે. આ મેચ દરમિયાન બે ખેલાડીઓની શાનદાર બેટિંગના કારણે મેચ જીતવામાં સફળ રહી હતી.

પ્રથમ જીત પ્રાપ્ત કરી
T20 વર્લ્ડ કપ 2024ની ધમાકેદાર શરૂઆત થઇ ગઈ છે. પહેલી મેચમાં અમેરિકાની ટીમે જીત પ્રાપ્ત કરી છે. કેનેડાની ટીમને 7 વિકેટે હરાવી દીધું છે. અમેરિકાની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં રમી રહી છે. પહેલી જ મેચમાં પ્રથમ જીત પ્રાપ્ત કરી લીધી છે. પહેલી મેચમાં જ અમરિકા માટે એરોન જોન્સ અને એન્ડ્રીસ ગૌસ મેચના હિરો સાબિત થયા છે. આ બંને ખેલાડીઓનો ખુબ ફાળો રહ્યો આ મેચમાં.

જીત તરફ દોરી
કેનેડા સામેની મેચમાં અમેરિકાના કેપ્ટન મોનાંક પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે નિર્ણય આગળ જઈને ખરો સાબિત થયો હતો. કેનેડાની ટીમે અમેરિકાને જીતવા માટે 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અમેરિકાની ટીમે લક્ષ્ય હાંસલ કરી તેમાં જીત મેળવી હતી. અમેરિકન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. એવું લાગી રહ્યું હતું કે હવે તો અમેરિકાની ટીમ પહેલી જ મેચ હારી જશે. પરંતુ એવું થયું નહીં આખરે આ બે ખેલાડીના કારણે પહેલી મેચમાં જીત મળી છે.

આ પણ વાંચો: ક્યારે થઈ હતી T20 World Cupની શરૂઆત?

હારનો સામનો કરવો પડ્યો
કેનેડાએ 194 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે કેનેડાની ટીમ પણ પહેલી વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. શ્રેયસ મોવાએ 32 રન બનાવ્યા હતા. આ સાથે એરોન જોન્સને 23 અને નવનીત ધાલીવાલે 61 રન બનાવ્યા હતા. કેનેડાની ટીમે સારો સ્કોર કર્યો હતો. પરંતુ અફસોસ કેનેડાની ટીમના બોલરોનું પ્રદર્શન ખરાબ જોવા મળ્યું હતું. જેના કારણે ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.