January 22, 2025

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, કચરો ઉઠાવવા બાબતે થઈ હતી માથાકૂટ

નવસારીઃ અમેરિકામાં ભારતીયોની હત્યાનો સિલસિલો યથાવત્ છે. ત્યારે વધુ એક ગુજરાતીની હત્યા કરી નાંખવામાં આવી છે. વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા કરી નાંખી છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં ઘટના બની છે.

અમેરિકાના ઓકલાહો શહેરમાં બીલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરી નાંખવામાં આવી છે. કચરો ઉઠાવવા જેવી નજીવી બાબતને લઈને હત્યા કરી નાંખી છે. રિચર્ડ લેવિસ નામના વ્યક્તિએ હેમંત મિસ્ત્રી પર હુમલો કર્યો હતો. તે દરમિયાન તેઓ નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

ત્યારે તાત્કાલિક હેમંત મિસ્ત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ટૂંકી સારવાર બાદ હેમંત મિસ્ત્રીનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ત્યારે અમેરિકન પોલીસે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.