અમેરિકામાં ગેરકાયદેસર રહેતા વધુ 8 ગુજરાતીઓની વતનવાપસી, તંત્ર ઘરે પહોંચાડવા કામે લાગ્યું

અમદાવાદઃ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચશે. ગતરોજ 116 ભારતીયોને લઈને યુએસ ફોર્સની ફ્લાઇટ આવી પહોંચી હતી. ત્યારે ગુજરાતીઓને વતન પહોંચાડવા માટે તંત્ર કામે લાગ્યું છે.
આ 8 ગુજરાતીઓમાં કલોલના 2, અમદાવાદના 1, માણસાના 1 સહિત અલગ અલગ શહેરના લોકો ફલાઇટમાં આવશે. તંત્ર દ્વારા તમામને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 6 ફેબ્રુઆરીએ પ્રથમ ફ્લાઇટમાં 33 ગુજરાતીઓ આવ્યા હતા.
1. લુહાર ધવલભાઈ કિરીટકુમાર
2. લુહાર રુદ્ર ધવલભાઈ
3. મીહિત ઠાકોર
4. પટેલ ધિરાજકુમાર કનુભાઈ
5. ચૌધરી કનિશ મહેશભાઈ
6. ગોસ્વામી આરોહીબેન દીપકપુરી
7. ગોસ્વામી દીપકપુરી બળદેવપુરી
8. ગોસ્વામી પૂજાબેન દિપકપુરી