યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા આપ્યું નિવેદન, અમેરિકા પીએમ મોદીને સંપૂર્ણ સમર્થન આપે છે

Narendra Modi: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. અમેરિકા તરફથી એક નિવેદન આપવામાં આવ્યું છે. જે બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી તેઓ ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે સતત સંપર્કમાં છે.
પીએમ મોદીને સંપૂર્ણ સમર્થન’
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું, કે “અમે ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી હતી. ગઈકાલે યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી હતી. જેમ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે પીએમ મોદીને કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારતની સાથે મજબૂત રીતે ઉભું છે અને વડાપ્રધાન મોદીને અમારું સંપૂર્ણ સમર્થન છે.