December 23, 2024

હવે બર્બાદી નથી ઈચ્છતુ અમેરિકા…! ઈઝરાયલ-લેબનોન યુદ્ધ વચ્ચે બાઈડને કરી સીઝફાયરની અપીલ

Israel: ઈઝરાયલ અને લેબનોન (હિઝબુલ્લા) વચ્ચેના યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ જો બાઈડન સોમવારે યુદ્ધવિરામની હાકલ કરી હતી. તેમણે હિઝબુલ્લાહ આતંકવાદીઓ સામેની લડાઈમાં લેબનોન પર જમીન પર આક્રમણ કરવાની ઈઝરાયલની તૈયારીઓ પર પણ ટિપ્પણી કરી. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનને પૂછવામાં આવ્યું કે શું તેઓ લેબનોનમાં ગ્રાઉન્ડ એટેક માટે ઈઝરાયલની યોજના સાથે સહમત છે. તો જવાબમાં બાઈડન કહ્યું કે તે યુદ્ધ રોકવા સાથે સંમત છે.

યુદ્ધ ટાળવું જોઈએ: બાઈડન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન રવિવારે કહ્યું કે તેઓ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરશે અને તેઓ માને છે કે યુદ્ધ ટાળવું જોઈએ. રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રવિવારે લેબનોનમાં ઈઝરાયલના હવાઈ હુમલામાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે તેઓ નેતન્યાહુ સાથે ક્યારે વાત કરશે.

હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહનું મૃત્યુ
ઈઝરાયલે બેરૂતમાં ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહના મુખ્યાલય પર અનેક હુમલા કર્યા છે અને તેના પ્રમુખ હસન નસરાલ્લાહ પણ આવા જ હુમલામાં માર્યા ગયા છે. અમેરિકા નસરાલ્લાહના મોતને હિઝબુલ્લાહ માટે મોટો ફટકો માને છે.

આ પણ વાંચો: ગોવિંદા જ નહીં… આ સેલેબ્સ પણ થઈ ચૂક્યા છે બંદુકની ગોળીથી ઘાયલ, અમિતાભ બચ્ચન તો માંડ-માંડ બચ્યા હતા!

જમીન પર હુમલો કરવાના નિર્ણયની વિરુદ્ધ
અમેરિકી વહીવટીતંત્રે સાવચેતીપૂર્વક આગળ વધવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તેણે હમાસ સાથે ઈઝરાયલના યુદ્ધને રોકવાનો પ્રયાસ કર્યો છે, જે હિઝબુલ્લાહની જેમ ઇરાનનું સમર્થન ધરાવે છે, જેથી તે વ્યાપક યુદ્ધમાં ન વધે. જો બાઈડન પણ લેબનોનમાં ગ્રાઉન્ડ એટેક માટે ઈઝરાયલની યોજના સાથે સહમત થવાનો ઇનકાર કર્યો છે.