February 20, 2025

અમેરિકાથી વધુ 33 ગુજરાતીઓની વતનવાપસી, થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે

અમદાવાદઃ અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 112 ભારતીયોનું વિમાન ગઈકાલે રાતે ભારત આવી પહોંચ્યું હતું. તેમણે મોડી રાતે પંજાબના અમૃતસર એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. તમામ ભારતીયોને અમેરિકન એરફોર્સના વિમાન મારફતે ભારત પરત મોકલવામાં આવ્યા હતા.

આ 112 ભારતીયોમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. તમામ ગુજરાતીઓ થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારે પોલીસ સહિત તંત્ર તેમને નિવાસસ્થાને સહીસલામત પહોંચાડશે. ડિપોર્ટ કરવામાં આવેલા ગુજરાતીઓમાં એક ડિંગુચા પરિવાર પણ છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં ડિંગુચા પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા હતા. ગેરકાયદેસર અમેરિકા જતા બરફમાં વધુ મોત નીપજ્યા હતા.

પરત આવનારા ગુજરાતી

મિહિર પરથીજી ઠાકોર – ગુજરાત
લુહાર પૂજા ધવલભાઈ – જામનગર
રાણા સપનાબેન ચેતનભાઈ – પાલજ, ગાંધીનગર
રાણા ચેતનભાઈ ભરતસિંહ – પાંસર, ગાંધીનગર
રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ – ગાંધીનગર
રાણા અક્ષરાજ ચેતનસિંહ – રાંધેજા
પટેલ નિત તુષારભાઈ – ગુજરાત
પટેલ દીપ ઘનશ્યામભાઈ – વડવાસા, મહેસાણા
પટેલ ચિરાગ શૈલેષકુમાર – ઘુમાસાણ
પ્રજાપતિ અનિલ ભીખાભાઈ – વીલા
પ્રજાપતિ આરવ અનિલકુમાર – ગોઝારિયા
પ્રજાપતિ દ્રષ્ટિ અનિલકુમાર – ગોઝારિયા
પટેલ રાજેશ બળદેવભાઈ – ઘુમાસાણ
પટેલ મંજુબેન રાજેશભાઈ – ભરુચ
પટેલ માહી રાજેશભાઈ – અમદાવાદ
પટેલ હરમી રાજેશકુમાર – અમદાવાદ
પટેલ હસમુખ રેવાભાઈ – ગુજરાત
રામી હિતેષભાઇ રમેશભાઈ- સુશીયા
ચૌધરી અંશકુમાર સુરેશભાઈ – ગુજરાત
પટેલ પ્રાંશ જયેશકુમાર – ડીંગુચા
પટેલ જયેશકુમાર ભોળાભાઈ – ડીંગુચા
પટેલ હિરલબેન જયેશકુમાર – ડીંગુચા