અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વધુ 29 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, તમામને વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી

અમદાવાદઃ અમેરિકાએ ડિપોર્ટ કરેલા વધુ 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા છે. 11 વાગ્યાની ફ્લાઈટમાં 4 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા હતા. તેમને નિવાસસ્થાને મોકલી દેવામાં આવ્યા છે.
જ્યારે બપોરે 2 કલાકવાળી ફ્લાઇટમાં 29 ગુજરાતીઓ અમદાવાદ પરત આવ્યા છે. પાછા આવનારા ગુજરાતીઓમાં અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના લોકો સૌથી વધુ છે. તેમાં અમદાવાદના નરોડા, નારણપુરા, કલોલ અને ડિંગુચાના પરિવારો પણ સામેલ છે.
અગાઉ 6 ફેબ્રુઆરીએ 33 લોકો આવ્યા હતા. 16 ફેબ્રુઆરીએ 8 લોકો પરત આવ્યા હતા. એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, સ્ટેટ આઈબી અને જિલ્લા પોલીસ હાજર રહી હતી. તમામ લોકોને પોલીસ સલામતી હેઠળ તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવી રહ્યા છે.