June 26, 2024

ફ્લાઇટમાં ગેરવર્તણૂંક કરતી મહિલાને ફટકાર્યો 81 હજાર ડોલરનો દંડ

અમદાવાદઃ વર્ષ 2021માં ટેક્સાસથી અમેરિકાના ચાર્લોટ સુધી હવાઈ મુસાફરી કરતી વખતે તેના સહયાત્રીઓને લાત મારવા અને થૂંકવાના આરોપમાં મહિલા સામે હવે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં કાર્યવાહી કરતા ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ મહિલા પર અત્યાર સુધીનો સૌથી વધુ દંડ ફટકાર્યો છે. જો કે, આરોપી મહિલા હિથર વેલ્સ દંડની રકમ ચૂકવવામાં અસમર્થ હતી.

આરોપી મહિલાને ડક્ટ ટેપથી બાંધવામાં આવી હતી
સેન એન્ટોનિયોની રહેવાસી હીથર વેલ્સ 7 જુલાઈ, 2021ના રોજ અમેરિકન એરલાઈન્સમાં ટેક્સાસથી શાર્લોટની ફર્સ્ટ ક્લાસ ટિકિટ પર મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન તેણે વ્હિસ્કીનો ઓર્ડર આપ્યો અને તે પછી તેણે હિંસક વર્તન કરવાનું શરૂ કર્યું. મળતી માહિતી મુજબ, આરોપી મહિલાએ સહયાત્રીઓ અને ફ્લાઈટના ક્રૂ મેમ્બરને લાત મારી અને તેના પર થૂંકી હતી. આ ઉપરાંત ફ્લાઇટનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેને કોઈક રીતે તેની સીટ સાથે ડક્ટ ટેપથી બાંધી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતનો દરિયાકિનારો બન્યો ‘ડ્રગ્સમય’, ખીદરત ટાપુ પરથી 10 પેકેટ્સ ચરસ ઝડપાયું

મહિલાએ પેસેન્જરો સાથે ગેરવર્તણૂક કરી હતી
આ કેસમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાએ ઘણાં લોકો સાથે ગેરવર્તણૂક કરી હતી અને કેબિનના આગળનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ ફ્લાઈટ એટેન્ડન્ટને પણ ધક્કો માર્યો હતો અને જ્યારે બે કેબિન ક્રૂ અને એક પેસેન્જરે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેણે પણ એક એટેન્ડન્ટને માથા પર માર્યું હતું. જ્યારે મહિલાને તેની સીટ સાથે ડક્ટ ટેપથી બાંધી દેવામાં આવી ત્યારે પણ તેનું હિંસક વર્તન ચાલુ રહ્યું હતું. તેણે તેની સામેની સીટ પણ તોડી નાંખી હતી. આખરે મહિલાને બેભાન કરવામાં આવી હતી અને શાર્લોટ પાસે લઈ જવામાં આવી.

આ પણ વાંચોઃ પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત કરવા મામલે રોષ, યોગ્ય કાર્યવાહી કરવાની માગ

કયા કેસમાં કેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો?
એક રિપોર્ટ અનુસાર, મહિલાને કેબિન ક્રૂ અને ફ્લાઈટ એટેન્ડન્ટ પર હુમલો કરવા અને ખતરો ઉભો કરવા બદલ 45 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફ્લાઇટ દરમિયાન કેબિનનો દરવાજો ખોલવાની કોશિશ કરવા બદલ 27,950 ડોલરનો દંડ અને ક્રૂના કામમાં દખલ કરવા બદલ 9 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.