May 1, 2024

અમેરિકાનો દાવો: અમે ઇરાનની 70થી વધુ મિસાઇલો તોડી પાડી

અમેરિકા: યુનાઇટેડ સ્ટેટ્સે ઈઝરાયલ પર ઇરાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં તેની ભૂમિકાને હાઇલાઇટ કરી હતી. ઈરાનના ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોને તોડી પાડવામાં અમેરિકાએ ઈઝરાયલને મદદ કરી હતી. આ પ્રથમ વખત હતો જ્યારે ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો હતો. ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે ઈરાનથી આવતા 99 ટકા હથિયારો કોઈ મોટા નુકસાન વિના નાશ પામ્યા છે.

અમેરિકી અધિકારીઓએ કહ્યું કે ઈરાનનો ઈરાદો મોટાપાયે વિનાશ કરવાનો અને લોકોને મારવાનો હતો. વધુ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાને ઈઝરાયલને નિશાન બનાવવા માટે 115 થી 130 બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. એક સમયે ઈરાન પર હુમલો કરવા માટે ઓછામાં ઓછી 100 થી વધુ ઈરાની મિસાઈલો એક સાથે ઉપડી હતી, જે થોડીવારમાં આકાશમાં હતી. હુમલા દરમિયાન વરિષ્ઠ અમેરિકન અધિકારીઓ અને રાષ્ટ્રપતિ જો બિડેન વ્હાઇટ હાઉસ સિચ્યુએશન રૂમ પર સતત નજર રાખી રહ્યા હતા.

અમેરિકાએ 70 થી વધુ બેલેસ્ટિક મિસાઈલો તોડી પાડી
એક વરિષ્ઠ અમેરિકી સૈન્યએ જણાવ્યું કે અમેરિકી ફાઈટર પ્લેન દ્વારા 70 થી વધુ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોને તોડી પાડવામાં આવી છે. પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં યુએસ એરક્રાફ્ટ દ્વારા ચારથી છ બેલિસ્ટિક મિસાઇલોને તોડી પાડવામાં આવી હતી અને બીજી ઇરાકમાં યુએસ પેટ્રિઓટ મિસાઇલ બેટરી દ્વારા તોડી પાડવામાં આવી હતી.

અમેરિકાએ ઈઝરાયલને મદદ કરી
બાઇડેને કહ્યું કે મારા અનુરોધ પર અમેરિકી સેનાએ ઇઝરાયલના સંરક્ષણને ટેકો આપવા માટે ગયા સપ્તાહથી ફાઇટર પ્લેન તૈયાર કર્યા. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે તેમના અસાધારણ કૌશલ્ય માટે આ જમાવટમાં મદદ કરી હતી અને અમે ઈઝરાયલને લક્ષ્યમાં રાખતા લગભગ તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવા માટે મદદ કરી હતી.
યુનાઇટેડ સ્ટેટ્સે ઈઝરાયલ પર ઇરાનના હુમલાને નિષ્ફળ બનાવવામાં તેની ભૂમિકાને હાઇલાઇટ કરી હતી. ઈરાનના ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોને તોડી પાડવામાં અમેરિકાએ ઈઝરાયલને મદદ કરી હતી. આ પ્રથમ વખત હતુ જ્યારે ઈરાને ઈઝરાયલ પર સીધો હુમલો કર્યો હતો. ઈઝરાયલના અધિકારીઓએ કહ્યું કે ઈરાનથી આવતા 99 ટકા હથિયારો કોઈ મોટા નુકસાન વિના નાશ પામ્યા છે.