November 9, 2024

આવાસ યોજના મુદ્દે AMCના વિપક્ષ નેતા શહેઝાદ પઠાણએ લગાવ્યા કોર્પોરેશન પર ગંભીર આરોપ

મિહિર સોલંકી, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ નેતા શહેઝાદ પઠાણ દ્વારા કોર્પોરેશન ઉપર ફરી એક વાર કરપ્શનનો આરોપ લગાડવામાં આવ્યો છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાઉસીંગ પ્રોજેકટની વધુ એક લાલીયાવાડી સરખેજના ઈ.ડબ્લ્યુ.એસ. આવાસોનું લોકાપર્ણમાં બહાર આવી છે. અહી લગભગ 1,512 આવાસો બનાવ્યા બાદ છ વર્ષે તેનું મકાનનું પઝેશન આપ્યું હતું. 2017માં વર્ક ઓર્ડર આપી અને 2018માં આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. શહેજાદ ખાનનું કહેવું હતું, કે હાલ પણ તે આવાસોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ભાજપના સત્તાધીશો માત્ર ચૂંટણીલક્ષી કરે છે.

ઈ.ડબ્લ્યુ.એસ. આવાસોનું ઉતાવળથી કરાયેલ લોકાપર્ણ અમદાવાદ મ્યુ.કોર્પો.દ્વારા સરખેજ વોર્ડના મકરબા ખાતે ગરીબ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગરીબ આવાસ યોજનાના 1512 આવાસો બનાવવા માટે મે-2017માં વર્કઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ સપ્ટે-2017માં બાંધકામ રજાચીઠી આપી હતી. ત્યારબાદ નવે-2023માં બી.યુ.પરમીશન અને એપ્રીલ-2018માં તમામ આવાસોનો ડ્રો કરી પછી ફેબ્રુ-2024માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે તમામ આવાસો મ્યુ.કોર્પો. દ્વારા જરૂરિયાત મંદ લોકોને ફાળવેલ હતાં, પરંતુ પઝેશન આપ્યાને મહિનાઓ વીતી જવા છતાં હજુ સુધી પ્રાથમિક જરૂરિયાત એવી પીવાના પાણીની સુવિધા આપવામાં આવી નથી. જેને કારણે પઝેશન લેવા છતાં ગરીબ પરિવારો ત્યાં રહેવા જવા તૈયાર નથી. જેથી તમામ આવાસો બંધ અને બીનવપરાશ છે. હાલમાં શહેઝાદ ખાન પઠાણનું એવું કહેવું છે કે ગરીબ આવાસોનું પઝેશન આપતાં પહેલાં તમામ પ્રાથમિક સુવિધા પહેલાં ઉપલબ્ધ કરાવવી જોઇએ, ત્યારબાદ પઝેશન આપવા જોઈએ. સવાલ અહીં એ છે કે જી.ડી.સી.આર.ના નિયમ મુજબ બી.યુ.પરમીશન આપતાં પહેલાં તમામ પ્રાથમિક સુવિધા જેવી કે લાઈટ, પાણી, ગટર, ફાયર સેફટી હોવી જરૂરી છે તો પછી આ બધું ચકાસણી કર્યા વગર બિયું પરમિશન કઇ રીતે મળી. ગરીબ લોકોને આવાસો ફાળવતાં પહેલાં મ્યુ.તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા આપવા બાબતે કેમ ઉદાસીન છે તે સમજાતું નથી. નવે-2023માં આવાસોની બી.યુ.પરમીશન મળી ગઇ જેથી મ્યુ.કોર્પો.દ્વારા જ જી.ડી.સી.આર.ની ગાઇડ લાઇનનો ભંગ કરવામાં આવે અને ગરીબ લોકોના મકાનના પુરેપુરા નાણાં પણ વસુલી લેવાય અને પ્રાથમિક સુવિધા આપવામાં પાછા પડે તેવું કેમ તેવા સવાલો અહી ઉભા થયા છે. પીવાના પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા નહીં હોવાના કારણે લોકો રહેવા જવાં તૈયાર નથી, જેથી આવાસો બંધ રહેતાં જર્જરીત થવાના તેમજ અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદે પ્રવૃતિઓ થવા પામે તેવી પુરેપુરી સંભાવના રહેલી છે. ત્યારે આ સમગ્ર મામલામાં જવાબદાર કોણ અને આ તમામ બાબતો અંગે તમામ જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવા તેમજ તમામ આવાસોમાં પીવાના પાણી તેમજ અન્ય પ્રાથમિક સુવિધા તાકીદે પુરી પાડવા માટેની કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસ પક્ષની માંગણી કરવામાં આવી હતી…