આજે મળી AMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, R&B અને પીરાણાના કામમો પર ચર્ચા
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં જુદા જુદા કામો પર ચર્ચા કરવામાં આવી હતી. રોડ એન્ડ બિલ્ડિગ દ્વારા બાંકડાઓને લઈને કામ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શહેરમાં સ્કૂલ કોલેજ કે ધાર્મિક સ્થળોએ આ બાંકડાઓ મુકવામાં આવે છે.
આ બાંકડાઓ દર વર્ષે નવા નવા ડિઝાઇન અથવા મટીરીયલ ઉપયોગમાં લઈને બનાવવામાં આવતું હતું. આ સ્ટેન્ડિગ કમિટીમાં બાંકડાઓએ લઈને એક ફિક્સ પોલીસી બનવવા પર ચર્ચા કરવામાં આવી હતી. સ્ટેન્ડિગ કમિટી ચેરમેને જણાવ્યું કે કોર્પોરેટરો અને ધારાસભ્યોના બજેટમાં એક સરખા જ ગુણવતા અને પોલિશિંગ વાળા બાંકડાઓ મળે તે માટે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદ ના પીરાણામાં કંપનીઓએ ટ્રીટ કરેલું પાણી આપવા નું એક કામ કોર્પોરેશન ની સ્ટેન્ડિગ કમિટીમાં મુકવામાં આવ્યું હતું. આ કામ માં 160 મિલિયન લીટર પાણી દરરોજ કંપનીઓને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે માટે 800 કરોડ જેટલી માતબર રકમ નો ખર્ચ કરવાનો કોર્પોરેશને નક્કી કર્યું હતું. પીરાણા વિસ્તરામાં 160 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવા માટે બે કંપનીઓ સાથે ચર્ચા પણ થઇ હતી.
આ કામમાં માનીતી લોકોને આપવાનો વિવાદ થયો હતો. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ આ કામ ને હાલ મોકૂફ રાખ્યું છે. આ ટર્શરી ટ્રીટમેન્ટ માટેનું પ્લાનિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. યોગ્ય નિર્ણય અને અભ્યાસ બાદ નિર્ણય લેવામાં આવશે. તેવું સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું