May 20, 2024

અંબાણી પરિવારનું જામનગર સાથેનું કનેક્શન વાંચો એક ક્લિકમાં…

Radhika Anant Ambani Wedding: રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન જુલાઈમાં થવા જઈ રહ્યા છે. એ પહેલા 1 માર્ચથી 3 માર્ચ સુધી જામનગર સ્થિત રિલાઈન્સ કોમ્પ્લેક્સમાં કેટલાક પ્રી-વેડિંગ ફંક્શન થવા જઈ રહ્યા છે. જેમાં દેશ વિદેશથી અનેક દિગ્ગજો જોડાવાના છે. અનંત અને રાધિકા મર્ચેટના લગ્ન પહેલા કેટલાક ફંક્શન 16 ફોબ્રુઆરીથી જામનગરમાં શરૂ થઈ ચુક્યા છે. આ દિવસે રાધિકા અને અનંતના લગ્ન લખાયા હતા. આ પહેલા બંન્નેની સગાઈ રાજસ્થાનના શ્રીનાથ મંદિરમાં પારંપરિક રીતે થઈ ચુકી છે. પ્રી વેડિંગના તમામ કાર્યક્રમ જામનગરના વિશાળ રિલાઈન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સમાં આયોજીત કરવામાં આવ્યા છે.

જામનગરની ખાસિયત શું છે?
જામનગર ગુજરાતનું ખુબ સુંદર શહેર છે. અહીં તમને ગુજરાતની પરંપરા અને નવી સંસ્કૃતિનું મિક્ષણ જોવા મળશે. અહીં તમને રાજપૂતી આર્કિટેક્ચરનો સુંદર નમુનો જોવા મળશે. આ શહેર નાગમતી અને રંગમતી નદીના તટ પર વસેલું છે. જામનગરમાં મોતી અને પિતળનો કારોબાર થાય છે. અહીં તમને ઘણા ઐતિહાસિક સ્થળો પર જોવા મળશે જેમ કે લાખોટા કિલ્લો અને તળાવ, દરબાર ગઢ, ખિજડીયા બર્ડ સેન્ચુરી, નરારા મરીન નેશનલ પાર્ક વગેરે…

જામનગર ફરવા જવું છે?
જામનગર એક એવું શહેર છે જે દેશના બધા ભાગોથી જોડાયેલું છે. અહીં પહોંચવા માટે તમને કોઈ પણ શહેરથી બસ,ટ્રેન મળી રહેશે. કોઈ પણ રાજ્યમાંથી તમને અહીં પહોંચવા માટે બસ મળી રહેશે. દેશના કોઈ પણ ખુણાથી તમે જામનગર સરળતાથી પહોંચી શકો છો. ફ્લાઈટથી પણ તમે જામનગર પહોંચી શકો છો. જામનગરના ગોવર્ધન એરપોર્ટ શહેરથી માત્ર 10 કિલોમીટરની દુરી પર આવેલો છે. મુંબઈ અને દિલ્હીથી સરળતાથી તમને જામનગરની ફ્લાઈટ મળી રહે છે.

જામનગરથી અંબાણી પરિવારનું કનેક્શન
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચટના લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્ન રહેવાના છે. લગ્ન પહેલાના ફંક્શન માટે જામનગર શહેરની પસંદગી કરવામાં આવી છે. આ શહેરનું અંબાણી પરિવાર સાથે ખાસ સંબંધ છે. આ શહેરમાં અંબાણી પરિવારનું એક જુનુ મકાન આવેલું છે. જ્યાંથી અનંત અને રાધિકાના લગ્નના ફંક્શન થવાના છે.