ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, વાવાઝોડું આવવાની શક્યતાઃ અંબાલાલ પટેલ

અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમની નવી આગાહી સામે આવી છે કે, લોકોને ગરમીથી થોડા સમયમાં રાહત મળશે. આગામી 21મી મેથી હવામાનમાં પલટો આવશે.
તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી-વંટોળ આવવાની શક્યતા છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા છે. 24મી મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. આગામી 28 મેથી 31 મે વચ્ચે ગ્રહોના ફેરફારના યોગો હોવાથી 25થી 31 સુઘી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાતમાં થવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી 5-6 જૂનમાં રાજ્યમાં અણધારો વરસાદ થવાની શક્યતા છે.