July 3, 2024

ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટી, ગાજવીજ સાથે વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ

અમદાવાદઃ રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ચોમાસા પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતા છે. ત્યારે આંધી-વંટોળ સાથે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, હળવદ, સુરેન્દ્રરનગર, બનાસકાંઠા, ધાંગધ્રામાં ડસ્ટ સ્ટ્રોર્મ રહેવાની શક્યતા છે. હાલ ચોમાસું કેરળના દરિયાકિનારે પહોંચી ગયું છે. ત્યારે 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના વરસાદ વિશે વાત કરતા તેઓ કહે છે કે, રાજ્યમાં 8થી 14 જૂન વચ્ચે વરસાદ વરસે તેવી શક્યતા છે. તેને પગલે દેશના ઘણાં ભાગમાં પૂરની સ્થિતિ જોવા મળશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગની અગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. આ ઉપરાંત વંટોળની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકુ રહેશે. રાજ્યનાકચ્છ, પાટણ, બનાસકાંઠા, કચ્છમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 4 જૂને રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. 4 જૂને રાજ્યનું મહત્તમ તાપમાન 42થી 44 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

ડાંગના વાતાવરણમાં પલટો
ડાંગના ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા આહ્લાદક દૃશ્યો જોવા મળ્યા હતા. ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી.