January 22, 2025

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આગામી 27થી 28 ઓક્ટોબર પશ્ચિમી વિક્ષેપ આવશે.

પશ્ચિમી વિક્ષેપથી ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં સામાન્ય વરસાદ તથા બરફ વર્ષા થશે. દાના વાવાઝોડાની અસર મુંબઈ, દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 6થી 8 નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. 7થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું લાવશે.

અરબી સમુદ્રમાં 13-14 નવેમ્બરે હલચલ જોવા મળશે. 17-18 નવેમ્બર ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ઠંડી વધશે. 19થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે કે, જે માવઠું લાવી શકે.

7થી 14 તથા 19થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે. ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે. ખેડૂતોએ 15 નવેમ્બરથી રવી પાક માટે વાવણી કરવી યોગ્ય રહેશે અને વાતાવરણ સારૂં રહેશે.