December 28, 2024

અંબાલાલ પટેલની આગાહી – 11 ઓગસ્ટથી ફરી વરસાદ બઘડાટી બોલાવશે

ગાંધીનગરઃ તેઓ વધુમાં જણાવે છે કે, ‘13થી 15 ઓગસ્ટ સુધી મુંબઈના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શકયતા છે. 16થી 24 ઓગસ્ટ દરમિયાન દેશ સહિત રાજ્યમાં ભારે વરસાદની શકયતા છે. જ્યારે 26થી 28 ઓગસ્ટમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં અણધાર્યો વરસાદની શક્યતા છે. 28 અને 29મા વરસાદનું પ્રમાણ વધશે. જ્યારે 1થી 8 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના ભાગોમાં ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે.’

તેઓ કહે છે કે, ‘ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવીને વરસાદના ઝાપટાં ચાલુ રહેશે, જે 12 ઓગસ્ટ સુધીમાં ઝાપટાંનું પ્રમાણ વધી શકે છે. 15 ઓગસ્ટ પછી એટમોસફેરીક વેવ સક્રિય થતા બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાનું શરૂ થશે. ડીપ ડ્રિપેશન બનવાનું શરૂ થતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા રહેશે.’

રાજ્યના આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શકયતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય કેટલાક ભાગોમાં ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. બોટાદ, સાવરકુંડલા, ભાલ વિસ્તાર જેવા ભાગોમાં ઓછો વરસાદ છે. ત્યાં પણ વરસાદના ઝાપટાં પડશે. સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.’

વધુમાં જણાવતા તેઓ કહે છે કે, ‘કચ્છ અને બનાસકાંઠા ભાગોમાં વરસાદના ઝાપટાં પડી શકે છે. રાજ્યની નદીઓના પૃરની સ્થિતિ જોવા મળી શકે છે. વરસાદ હાલ રાજ્યમાં નહીં હોવાનું કારણ ચોમાસું ધરી હાલ દેશના ઉત્તરીય અને પૂર્વીય ભાગોમાં સક્રિય છે. દક્ષિણ પશ્ચિમ અરબ સાગરના હવામાનમાં તટસ્થ છે.’