December 23, 2024

અંબાલાલ પટેલની ભાદરવામાં ભયાનક આગાહી!

Ambalal Patel: ગુજરાતના વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. 2 દિવસ વરસાદ તો 2 દિવસ ભાદરવાનો ધગધગતો તડકો જોવા મળી રહ્યો છે. આ બાજૂ હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા એક પછી એક વરસાદને લઈને આગાહી કરી રહ્યા છે. ફરી વાર અંબાલાલે આગાહી કરી છે. આવો જાણીએ કાકાએ હવે હવામાનને લઈને શું આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી
હાલ ગુજરાતમાં કોઈ જગ્યાએ વરસાદી પડી રહ્યો નથી. તમામ વિસ્તારમાં ગરમી પડી રહી છે. અંબાલાલ પટેલે હવે નવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે. 10 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે. જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે. આ સાથે 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનશે. તેની અસર બંગાળના ઉપસગારમાં જોવા મળશે. જેથી ડીપ ડિપ્રેશન બનશે. જેના કારણે 12 અને 13 તારીખે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 22 થી 25 માં સુધીમાં ઝાપડા પડશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં જોવા મળશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ફરી થશે વરસાદ, જાણો ગુજરાતના હવામાનની સ્થિતિ

આ રાજ્યોમાં વરસાદ પડશે
IMDએ આપેલી માહિતી પ્રમાણે હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં, 9-11 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તરાખંડ અને 10-11 સપ્ટેમ્બરે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે. પૂર્વી રાજસ્થાનમાં આવતીકાલથી લઈને 13 તારીખ સુધી અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના IMDએ વ્યક્ત કરી છે. સાત દિવસ દરમિયાન મધ્યપ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.