July 1, 2024

Gujarat Monsoon 2024: Gujaratમાં ચોમાસું ક્યારે બેસશે? Ambalal Patelની આગાહી

Gujarat Monsoon 2024

ગાંધીનગરઃ ગુજરાતમાં હવે ચોમાસું બેસવાને બહુ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ટૂંક સમયમાં રાજ્યમાં વરસાદી માહોલ છવાય તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે સપ્ટેમ્બરમાં ગરમી પડવાની પણ આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે, ‘રાજ્યમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે. 7 જૂન સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢના ભાગમાં ચોમાસુ પહોંચી ગયું હશે. 7, 8 અને 9 જૂનમાં દક્ષિણ મહારાષ્ટ્ર, ગોવા, મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક ભાગમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.’

ગુજરાતના ચોમાસા વિશે માહિતી આપતા કહે છે કે, ‘અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. લો લાઇન એરિયામાં પાણી ભરાય તેવી પ્રબળ શક્યતા છે. ત્યારબાદ 9થી 12 જૂન સુધીમાં ગુજરાત રાજ્યમાં ચોમાસું દસ્તક દે તેવી શક્યતા છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તેજ ગતિના પવનો સાથે ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. આગામી 15મી જૂન સુધીમાં ગુજરાતમાં નિયમિત ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. જ્યારે 17 જૂનથી અરબી સમુદ્રમાં અને બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. ત્યારબાદ 17થી 20 જૂનમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ફરીવાર ભારે વરસાદની આગાહી છે.’

તેઓ આગળ જણાવે છે કે, ‘બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજવાળા પવનોના કારણે પૂર્વીય મધ્ય પ્રદેશ સુધી ભારે વરસાદ થશે. નૈઋત્ય ભાગોમાં આવેલી નદીમાં પૂર આવશે તેવી શક્યતા છે. 8 જૂનથી શરૂ થનારા ગુજરાતના વરસાદમાં કાતરા નામની જીવાત પડશે તો ચોમાસામાં બ્રેક આવી શકે તેવી શક્યતા છે.‘

તેઓ વધુમાં જણાવે છે કે, ‘હવામાનમાં સાનુકુળતા હશે તો 17થી 22 જૂનમાં દેશ સહિત ગુજરાતના ભાગમાં સારો વરસાદ થશે. જેમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની ભીતિ છે. જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થશે. સપ્ટેમ્બરના વરસાદથી નિઘલ આવતા પાકોમાં વરસાદથી બગાડ થવાની શક્યતા છે. જ્યારે 13 સપ્ટેમ્બરથી 26 વચ્ચે ભારે ગરમી પડશે. વિષમ હવામાનની વિપરીત અસર કારણે ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવતું પડવાની શક્યતા રહેશે.’