December 23, 2024

અંબાજીમાં આભ ફાટ્યું, ધોધમાર વરસાદથી જળબંબાકાર; રસ્તા નદી બન્યાં

અંબાજીઃ હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠાના અંબાજીમાં પણ બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને જાણે આભ ફાટ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.
અંબાજીના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. ધોધમાર વરસાદને કારણે રોડ-રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.
ભારે વરસાદને પગલે ત્યાંના સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ, વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.
બનાસકાંઠા જિલ્લા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ છે. ભારે વરસાદને કારણે અંબાજીમાં તારાજી સર્જાઈ હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે.