મા અંબાના મુખારવિંદ પર ઝળહળે છે સૂર્યનારાયણનું તેજ, બે મહિના કરશે આ ખાસ વિધિ
અંબાજીઃ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ગ્રીષ્મકાળે સ્વયં સૂર્યનારાયણ ભગવાન પણ આદ્યશક્તિ મા અંબાના દર્શન કરી રહ્યા હોય તેવી જ રીતે અખાત્રીજથી બે માસ માટે મંદિરમાં દર્પણ દ્વારા સૂર્યપ્રકાશમાં અંબાના મુખારવિંદ પર પ્રકાશ પાડવામાં આવે છે.
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે. સેંકડો ભક્તોની પરમઆસ્થાના પ્રતિક સમા શક્તિપીઠ અંબાજી મંદિર જ્યાં આદ્યશક્તિ મા અંબાના દિવસ દરમિયાન ત્રણ સ્વરુપ અને સાતેય દિવસ વિવિધ સવારી પર આરૂઢ મા શક્તિના દર્શન થાય છે.
વર્ષ દરમિયાન બદલાતા ઋતુ ચક્ર અનુસાર માતાજીની પૂજા વિધિમાં પણ ફેરફાર કરવામાં આવે છે. જ્યાં ગ્રીષ્મકાળે તો બે માસ સુઘી સ્વયં સૂર્ય નારાયણ ભગવાન પણ માતાજીના દર્શન કરતા હોય તેવી પ્રાચીન પ્રણાલી અને માન્યતા સમાયેલી છે. જ્યાં બપોરની આરતી ટાણે ચાચરચોકમાંથી પૌરાણિક દર્પણ દ્વારા સૂર્યપ્રકાશને ઝીલી મા અંબાના મુખારવિંદ પર ક્ષણિક સમય માટે પાડવામાં આવે છે. જો કે, આ વિધિ પણ રજવાડાના સમયથી દાંતાના ભાટિયા પરિવાર દ્વારા કરવામાં આવે છે.
ગ્રીષ્મ ઋતુમાં માં અંબા ને પણ ગરમી ના લાગે તે માટે થઈ દિવસ માં ત્રણ વાર માતાજી નો શણગાર અને આરતી કરવા માં આવે છે. જયારે બપોરના સમયે માતાજી નો શણગાર થયા બાદ ચાચર ચોકમાં પોરાનિક પરંપરા મુજબ દર્પણ દ્રારા માતાજી આયના દર્શન કરવા માં આવે છે. જેમાં સૂર્ય નારાયણ પણ માં અંબા ના દર્શન કરતાં હોવા ની માન્યતા સમાયેલી છે. એટલુંજ નહી ગરમી માં માતાજી ને તાપ ન લાગે તે માટે ગર્ભ ગૃહ માં ચાંદી નો પંખો અને વિઝણા દ્વારા પવન નાખવા માં આવે છે.