December 24, 2024

અંબાજી: હાર્દિક પટેલે લીધી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત

અંબાજી: કહેવાય છે ને કે વડીલોના આશીર્વાદ મળે એટલે જગ જીતી જવાય. હાલ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે હાર્દિક પટેલે અંબાજીની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ પરિક્રમા કરીને પરત આવી રહેલી તમામ માતા-બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમના અનુભવ સાંભળ્યા હતા.

મળતી માહિતી અનુસાર હાલ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિરમગામ વિધાનસભાના વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ૫૬૦૦ લોકોને પરિક્રમા અર્થે અંબાજી મોકલવામાં આવ્યા હતા. આજે પરિક્રમા કરીને પરત આવી રહેલી તમામ માતા-બહેનો સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમના અનુભવ સાંભળ્યા.

પરમ પૂજ્ય સંત જાનકીદાસ બાપુએ લોકોને આર્શીવચન આપ્યા. તેમજ વિરમગામ અને દેત્રોજ તાલુકા ભાજપની ટીમ હાજર રહી હતી. રાજ્ય સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. હું મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી હર્ષભાઈ સંઘવીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.