અંબાજીમાં ભાદરવી પૂનમનો બીજો દિવસ, અનેક સેવા કેમ્પ ચાલુ
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ મા અંબાના ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. લાખો પદયાત્રિકો પદયાત્રા કરી અને અંબાજી તરફ જઈ રહ્યા છે. ત્યારે અનેક સેવા કેમ્પો આ પદયાત્રીઓની સેવા માટે તત્પર છે. ત્યારે ભાદરવી પૂનમનો સૌથી મોટો સેવા કેમ્પ અંબિકા સેવા કેમ્પ અને આજે ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે ખુલ્લો મુક્યો હતો. પીએન માળી ફાઉન્ડેશન દ્વારા પદયાત્રીઓની સેવા માટે આ સેવા કેમ્પ ખુલ્લો મુકાયો છે.
ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રિકો પદયાત્રા કરી અને દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે આ પદયાત્રીઓને વિસામો મળે ભોજન મળે અને થાક દૂર થાય તે માટે મેડિકલ સેવા મળે તે હેતુથી અનેક સેવા કેમ્પ સેવા કરતા હોય છે. સેવાભાવી સંસ્થાઓ અને વહીવટી તંત્ર પણ આપત્તિઓની સેવા માટે તત્પર રહે છે. ત્યારે પાલનપુર અંબાજી હાઈવે પર પણ લાખો પદયાત્રીઓ પદયાત્રા કરી અને મા અંબાના ધામમાં જતા હોય છે.
આ પદયાત્રીઓને ભોજન વિસામો ગરબા અને મેડિકલની ચા-પાણીની સેવા મળી રહે તે હતું. પીએન માળી ફાઉન્ડેશન દ્વારા ભાદરવી પૂનમના સૌથી મોટા કેમ્પને આજે ખુલ્લો મુક્યો છે. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે આ કેમ્પને ખુલ્લો મુક્યો છે. ત્યારે એક હજારથી વધુ લોકો અહીં વિસામો કરે તેવી વ્યવસ્થા છે. 2000થી વધુ લોકો અહીંયા જમી શકે તેવી વ્યવસ્થા છે અને મેડિકલ સારવાર, ચા-પાણી સહિત નાસ્તાની સેવા પણ પદયાત્રિકોની થાય છે. ત્યારે પીએન માળી અને તેમની ટીમ દ્વારા 18 સપ્ટેમ્બર સુધી આ સેવા કેમ્પમાં પદયાત્રીઓની સેવા થશે.