January 23, 2025

આજે LSG અને KKR વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: આજે 2 મેચ રમાશે. જેમાં બીજી મેચ લખનૌ અને કોલકાતાની ટીમ વચ્ચે રમાશે. આ બંને ટીમનો મુકાબલો એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌમાં થવાનો છે. લખનૌની ટીમ હાલમાં 10 મેચમાં 6 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. આવો લખનૌ અને KKR વચ્ચેના હેડ ટુ હેડ આંકડાઓ જાણીએ.

લખનૌ વિ કેકેઆર હેડ ટુ હેડ
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ વર્ષ 2022માં પહેલીવાર IPLમાં રમી હતી. જેના કારણે લખનૌ અને KKR વચ્ચે અત્યાર સુધી માત્ર 4 મેચ રમાઈ છે. જેમાં લખનૌની ટીમની અત્યાર સુધીમાં 3 મેચ જીતી છે. કેકેઆર માત્ર 1 મેચ જીતી શકી છે.લખનૌ ટીમનો IPLમાં KKR સામે સૌથી મોટો સ્કોર 210 રન છે. જ્યારે KKR ટીમનો સ્કોર 208 રન છે. આઈપીએલ 2024માં આ વખતની સિઝનમાં બીજી વખત મુકાબલો થવાનો છે. આ પહેલાની મેચ હતી તેમાં KKR ટીમની જીત થઈ હતી.

આ પણ વાંચો: વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી

પિચ રિપોર્ટ
લખનૌના મેદાનના પિચ રિપોર્ટની વાત કરવામાં આવે તો આ મેદાનમાં મોટો સ્કોર જોવા મળ્યો નથી. 180 થી 200 રનની વચ્ચે પણ મેચમાં સંપૂર્ણ રોમાંચ જોવા મળ્યો છે. આ મેદાનમાં બેટ્સમેનો ચોક્કસપણે અહીં વધુ પ્રભાવશાળી દેખાયા છે. આઈપીએલ 2024માં અત્યાર સુધી આ સ્ટેડિયમમાં કુલ 6 મેચ રમાઈ છે. અત્યાર સુધી એકાના સ્ટેડિયમમાં સ્પિનરોનું વર્ચસ્વ મોટા ભાગે જોવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું આજની મેચમાં કોની જીત થાય છે અને કોને કરવો પડશે હારનો સામનો.