December 25, 2024

ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે આવી રહ્યું છે આ અદ્ભુત ફીચર

Instagram એક લોકપ્રિય શોર્ટ વીડિયો બનાવવાની એપ્લિકેશન છે. TikTok પર પ્રતિબંધ લાગ્યા બાદ Instagram વીડિયો માટે ખૂબ લોકપ્રિય બન્યું છે. Instagramને આજના સમયમાં બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ Instagramનો ઉપયોગ કરો છો તો તમારા માટે હવે એક નવું ફીચર થોડા જ દિવસમાં આવી રહ્યું છે.

અનુભવને સારો બનાવશે
ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર યુઝર્સને તેમની પ્રોફાઇલમાં નવું ગીત એડ કરવાનો ઓપશન આપશે. તમને જણાવી દઈએ કે આ ફીચર માટે મેટાની માલિકીની આ કંપનીએ પ્રખ્યાત સિંગર સબરીના કાર્પેન્ટર સાથે હાથ મિલાવ્યા છે. આ ફીચર આવતાની સાથે ઇન્સ્ટાગ્રામ યુઝર્સના અનુભવને પહેલા કરતા સારો બનાવશે. તમે તમારા પ્રોફાઇલમાં તમારું મનપસંદ ગીત એડ કરી શકો છો. પ્રોફાઈલના બાયોમાં આ ગીત તમારી સાથે અન્ય વપરાશકર્તાઓને પણ સંભાળશે.

આ પણ વાંચો: બોલો! મોબાઈલ યુઝર્સનો મહિને 963 મિનિટનો TALKTIME

આ રીતે પ્રોફાઇલમાં ગીતને કરો એડ
જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો અને તમારી પ્રોફાઇલમાં ગીત ઉમેરવા માંગો છો, તો તમારે સૌથી પહેલા તમારી પ્રોફાઇલ પર જવાનું રહેશ. જેમાં તમારે પ્રોફાઇલ એડિટ વિભાગમાં જવાનું રહેશે. હવે તમારે ઈન્સ્ટાગ્રામની લાઈબ્રેરીમાં જઈને ગીત પસંદ કરવાનું છે. તમે તમારા મનપસંદ ગીતનો કોઈપણ 30 સેકન્ડનો ભાગ તમારા બાયોમાં મૂકી શકો છો. આ સુવિધા તબક્કાવાર આવી રહી છે તેથી તમને તે મેળવવામાં થોડો સમય લાગી શકે છે.