January 27, 2025

ઇન્સ્ટાગ્રામ પર આવી રહ્યું છે જબરદસ્ત AI ફિચર

Instagram વપરાશકર્તાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કંપની તેના વપરાશકર્તાઓ માટે સતત નવા અપડેટ લઈને આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં એપ્લિકેશનમાં નવા AI ફિચર મળશે. આવો જાણીએ કે શું ફિચર તમને મળશે.

આ ફેરફારો થશે
Instagramમાં આવનારા સમયમાં પોતાના ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મમાં ઘણા ફેરફાર કરવા જઈ રહી છે. મેટા એઆઈનો ઉપયોગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં વધુ સારી રીતે કરવામાં આવશે. જેના કારણે ઘણા કાર્યો સરળ થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે એવું ફિચર આવશે જેમાં યુઝર્સ AI દ્વારા પોતાની પ્રોફાઇલ પિક્ચર બનાવી શકશે. Instagram પોતાના ફિચરને અપગ્રેડ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

આ પણ વાંચો: પુણે ટેસ્ટમાં હાર બાદ ગૌતમ ‘ગંભીર’, ખેલાડીઓનો આરામ કર્યો હરામ

AI દ્વારા પ્રોફાઇલ ચિત્ર
જોકે આ ફિચરને લઈને કોઈ માહિતી મળી નથી. જોકે આ સુવિધાને રોલઆઉટ કરાઈ નથી. થોડા જ સમયમાં તેને રોલઆઉટ કરવામાં આવી શકે છે. Instagram હાલ 2 ફિચર પર કામ કરી રહ્યું છે. જેમાં યુઝર્સ પોતાના ટેક્સ્ટનો ઉપયોગ કરીને AI ઇમેજ જનરેટ કરી શકશે. Instagram વપરાશકર્તાઓને આવનારા અઠવાડિયામાં ઘણી નવી AI સુવિધાઓ મળી શકે છે.