December 19, 2024

વોટ્સએપમાં આવ્યું જોરદાર અપડેટ, જોઈ લો અત્યારે જ…

અમદાવાદ: WhatsApp યૂઝર્સ માટે નવા નવા અપડેટ લાવી રહ્યું છે. હવે WhatsApp નવું ફીચર્સ ટૂંક સમયમાં આપવા જઈ રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ WhatsApp પર હવે AI ફીચર થોડા જ સમયમાં આવી રહ્યું છે. આવો જાણીએ કે શું થશે AI પછી WhatsAppમાં શું થશે નવું.

માહિતી આપવામાં આવી
ગયા અઠવાડિયે WhatsApp માટે AI ફીચર બહાર પાડવામાં આવ્યું હોવાની વિગતો મળી હતી. જેમાં કંપનીએ તેની સત્તાવાર બ્લોગ પોસ્ટ પર માહિતી આપી હતી. WhatsAppનું આ AI ફીચર Meta AIના LAMA 3 ભાષા મોડલ પર કામ કરશે. માર્ક ઝકરબર્ગની કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનું સૌથી પાવરફુલ AI તમને જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ AI વોટ્સએપની સાથે Instagram પર પણ આવી રહ્યું છે.

આ પણ વાંચો: આ 7 કારણોથી સ્માર્ટફોન ગરમ થવા લાગે છે!

ઈમેજ જનરેટ કરી શકશે
WhatsApp માટે લાવવામાં આવેલા આ પાવરફુલ AI મોડલની મદદથી યુઝર્સ રિયલ ટાઈમમાં ટેક્સ્ટમાંથી ઈમેજ બનાવી શકશે. મેટાએ પોતાના બ્લોક થકી આ માહિતી આપી હતી. હાલમાં આ AI ફીચર અમેરિકન યુઝર્સ માટે જ રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. થોડા જ સમયમાં તે બીજા વપરાશકર્તાઓ માટે પણ રિલીઝ કરી દેવામાં આવશે. જેના કારણે તમામ વપરાશકર્તાને તેનો ફાયદો થશે.

કેવી રીતે કામ કરશે?
મેટાએ પોતાના બ્લોક થકી આ માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ ચેટમાં ટાઇપ કરવાનું શરૂ કરે કે તરત જ આ ફીચર ટાઇપ કરેલા શબ્દોના આધારે એક ઇમેજ બનાવી લેશે. આ સાથે આ ફીચર એટલું પાવરફુલ આવશે કે તમે કોઈ શબ્દ પણ ચેન્જ કરશો તો ઈમેજ પણ તાત્કાલિક બદલાઈ જશે. કંપનીએ પોતાના બ્લોક થકી માહિતીમાં એમ પણ જણાવ્યું કે Meta AIનું આ ફીચર ઉચ્ચ રિઝોલ્યુશન ઇમેજ પણ બનાવી શકે છે. થોડા જ સમયમાં આ AIની આ સુવિધા ન્યુઝીલેન્ડ, નાઈજીરીયા, પાકિસ્તાન, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા, ઝામ્બિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઘાના, જમૈકા, માલાવી, અને ઝિમ્બાબ્વમાં શરૂ કરી દેવામાં આવશે.