November 18, 2024

Truecallerમાં આવી અદ્ભુત AI સુવિધા

AI features: આજના સમયમાં મોટા ભાગના લોકોના ફોનમાં Truecaller તો હશે જ. ત્યારે Truecaller પણ પોતાના વપરાશકર્તા માટે અપડેટ લાવતું રહે છે. ત્યારે હવે Truecaller અદ્ભુત AI સુવિધા લાવવા જઈ રહ્યું છે. આવો જાણીએ શું મળશે હવે નવું Truecallerમાં.

ડીજીટલ વોઈસ બનાવી
Truecaller એ તેના વપરાશકર્તાઓ માટે એક શાનદાર AI ફીચર ઉમેર્યું છે. હવે યુઝર્સ પોતાનો ડીજીટલ વોઈસ બનાવી શકે છે. Truecallerનું આ AI ફીચર હાલમાં કેટલાક દેશોમાં યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. જેને લઈને ટ્રુ કોલરે આ માટે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે. હાલમાં ઘણા દેશમાં Truecallerનું આ AI ફીચર રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. હજૂ પણ ઘણા દેશોમાં રોલઆઉટ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: 3D કર્વ્ડ ડિસ્પ્લે અને લો વેઈટ સાથે વીવોનો નવો ફોન લોન્ચ, અદભૂત છે કેમેરો

ઘણી સુવિધાઓ ઉમેરી
Truecallerએ આપેલી માહિતી પ્રમાણે માઇક્રોસોફ્ટના પર્સનલ વોઇસ આસિસ્ટન્ટની મદદથી યુઝર્સ પોતાના વોઇસને ડિજિટલી કન્વર્ટ કરી શકે છે. Truecaller હવે તેને Microsoft સાથે મળીને અપગ્રેડ થઈ રહ્યું છે. આ રીતે તમારો પોતાનો ડિજિટલ AI વોઇસ સેટ બનાવી શકો છો. પરંતુ તેના માટે તમારી પાસે ટ્રુ કોલરનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે. જો તમારી પાસે ટ્રુ કોલરનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન નથી તો તમે Truecallerમાં નવી સુવિધા નહીં મેળવી શકો. યુઝર્સ તેમના ફોનમાં ટ્રુ કોલર એપ અપડેટ કરી શકે છે. આ પછી તમારે સેટિંગ્સમાં જવાનું રહેશે. જ્યાં તમારે આસિસ્ટન્ટ સેટિંગ્સમાં જવાનું રહેશે. જ્યાં તમને પર્સનલ વોઇસ સેટ કરવાનો વિકલ્પ મળી રહેશે. ત્યાં તમે તમારા અવાજને રેકોર્ડ કરો. ફોન સ્ક્રીન પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરો. અવાજ રેકોર્ડ કર્યા પછી, તેને અપલોડ કરવાનો રહેશે. આ રીતે તમારો ડીજીટલ વોઈસ બનશે.