December 22, 2024

Ambajiને લઇને તંત્ર એક્શનમાં, મંદિરમાં ચાલતું 3D મૂવી ગુફાનો પ્રવેશ દ્વાર સીલ

Ambaji News: રાજકોટના TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડના બનાવ બાદ રાજ્યભરમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ વચ્ચે હવે યાત્રાધામ અંબાજી મંદિરમાં ચાલતું 3D મૂવી ગુફાના પ્રવેશ દ્વાર સીલ કરવામાં આવ્યો છે. ફાયર સેફ્ટીના ભાગરૂપે 3D મુવી સંચાલકોને નોટીસ આપવામાં આવી હતી. છતાં પણ વર્ષે લાખો યાત્રિકો 3D મુવી ગુફાની લેતા મુલાકાત હતા. જોકે, ગુફામાં જ્વ્લનશીલ પદાર્થ હતા અને ગુફા ફાઇબરની બનેલી છે. તેમજ કોઈપણ પ્રકારના પૂરતા સાધનો ન હોવાથી ગેલેરી બંધ કરવા હુકમ આપ્યો હતો.

મળતી માહિતી અનુસાર યાત્રાધામ અંબાજી મંદિરમાં ચાલતું 3D મૂવી ગુફાના પ્રવેશ દ્વાર સીલ કરવામાં આવ્યો છે. ફાયર સેફ્ટીના ભાગરૂપે 3D મુવી સંચાલકોને નોટીસ આપવામાં આવી હતી. છતાં પણ વર્ષે લાખો યાત્રિકો 3D મુવી ગુફાની લેતા મુલાકાત હતા. જોકે, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આપવામાં નોટીસ આવી હતી. ગુફામાં ફાયર સેફટીની પૂરતી સુવિધા ન હોવાના કારણે 3D મુવી ગુફાને સીલ કરવામાં આવી હતી. દેવેશ ગ્રુપ દ્વારા આર્ટ ગેલેરી ચલાવવામાં આવતી હતી. પરંતુ ગુફામાં જવ્લનશીલ પદાર્થ હતા અને ફાઇબરની બનેલી છે. જેમા વર્ષે લાખો યાત્રિકો 3D મુવી ગુફાની મુલાકાત લેતા હતા.

આ પણ વાંચો: ચૂંટણી પરિણામો બાદ CM યોગીને દિલ્હીનું તેડું, અધ્યક્ષ અને ડે. સીએમ રહેશે હાજર

વધુમાં ટ્રસ્ટના તમામ કર્મચારીઓ અને પોલીસ જવાનોને મોક ડ્રીલ કરી ટ્રસ્ટે તાલીમ આપી હતી. પરંતુ 3D મુવી ગુફામાં માંગણી કરતા વધારે લોડ વાપરી રહ્યા હોવાનું Ugvclએ જણાવ્યું હતું . જેથી નોટિસ પાઠવવામાં આવી હતી, આ અંગે ગેલેરીમાં કોઇએ નોટિસનો જલાબ આપ્યો હતો. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફરી ગુફાની ચકાસણી કરવામાં આવી હતી. જે બાદ કોઈપણ પ્રકારના પૂરતા સાધનો ન હોવાથી ટ્રસ્ટે ગેલેરી બંધ કરવા હુકમ આપ્યો હતો.