વાળ કપાવવાના પૈસા માટે છરીના ઘા મારીને દુકાનદારને મોતને ઘાટ ઉતારી દીધો
મિહિર સોની અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાળ કપાવવાના પૈસા આપવા બાબતે થયેલ બોલાચાલીમાં એક યુવકએ ઉપરા છાપરી દસ જેટલા છરીના ઘા મારીને દુકાનદારને મોતને ઘાટ ઉતારી દીધો છે. જો કે પોલીસ ને જાણ થતાં જ આરોપીની ધરપકડ કરી છે.
હત્યાના બનાવને અંજામ આપ્યો
વટવા પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સનું નામ મોહિદખાન પઠાણ છે. મૂળ મહેસાણાનો અને હાલ વટવા વિસ્તારમાં રહેતા આ યુવકએ નજીવી બાબતમાં હત્યાના બનાવને અંજામ આપ્યો છે. ગુરુવાર એ મોડી સાંજે મોહિદખાન વટવા બીબી તળાવ પાસે આવેલ કલાપી હેર સલૂનમાં વાળ કપાવવા માટે ગયો હતો. જ્યાં વાળ કપાવવાના પૈસાના આપવા બાબતે દુકાનદાર વસીમ અહેમદ સાથે બોલા ચાલી ઝઘડો થયો હતો. જેથી મોહિદ ખાન પઠાણે એક પછી એક એમ ઉપરા છાપરી દસ જેટલા છરીના ઘા મારી દીધા હતા.
આ પણ વાંચો: PMJAY બોગસ કાર્ડ મામલે વધુ 3 આરોપીની કરાઈ ધરપકડ
સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી
સમગ્ર ઘટનાની જાણ વસીમ અહેમદના ભાઈને થતા તેઓ તાત્કાલિકએ આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વસી મને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા વટવા પોલીસ તાત્કાલિકએ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. આરોપી મોહિદ ખાન પઠાણ કેટલીક વખત વસીમની દુકાને વાળ કપાવવા માટે જતો હતો અને પૈસા આપવા બાબતે બોલા ચાલી ઝઘડો કરી ધમકી પણ આપતો હતો. વટવા પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હત્યા માં વપરાયેલ છરી કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.