December 22, 2024

“ભાજપે 24 કલાક વીજળી આપી”.. અને લાઇટ ગઈ……: અલ્પેશ ઠાકોરનું સુરસુરિયું

બનાસકાંઠા: સરહદી જિલ્લા બનાસકાંઠાના ભાભર ખાતે આજે ભાજપની જાહેર સભા યોજાઇ હતી. જેમાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સંબોધન કરી રહ્યા હતા. જોકે, આજે દિવાળીના દિવસે જ સંબોધન દરમિયાન અલ્પેશ ઠાકોરના સંબોધનનું સુરસુરિયું થઈ ગયું હતું. ચાલુ સંબોધન દરમિયાન અલ્પેશ ઠાકોરનું માઇક બંધ થઈ જતાં હાસ્યાસ્પદ સ્થિતિ ઊભી થઈ હતી. ચાલુ સભા દરમિયાન લાઇટ જતી રહેતા માઇક બંધ થઈ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by NewsCapital Gujarat (@newscapitalgj)

બનાસકાંઠાના ભાભર ખાતેની ભાજપની સભા યોજાઇ હતી. આ સભા દરમિયાન ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સંબોધન કર્યું હતું. અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે બનાસની તરસી ધરા પર વડાપ્રધાન નર્મદાના નીર લાવ્યા. સરહદી વિસ્તારમાં પીવાના પાણીના ફાંફા હતા. રાજનેતાનું કામ પ્રજાના કામ કરવાનું છે. જીત્યા પછી બહાના ન ચાલે. તો કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં અરાજકતા અને ગુંડારાજ હતું. જેને ચૂંટીને મોકલીએ જવાબદારી તેમની છે. સમાજ તમને મદદ કરે છે તો ઋણ ઉતરવું જોઈએ.

અલ્પેશ ઠાકોરે સંબોધન કરતાં કહ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારમાં 24 કલાક લાઇટ મળી રહે છે. જોકે, અલ્પેશ ઠાકોરના ચાલુ સંબોધન દરમિયાન જ લાઇટ જતી રહી હતી. જેને કારણે તેમણે માઇક બંધ થઈ જતાં ભાષણ અટકાવવું પડ્યું હતું.

તો, વધુમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન પર આડકતરું નિશાન સાધતાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે રાજનીતિ મુદ્દાની હોવી જોઈએ. સાંસદ કે ધારાસભ્ય હોય, પ્રજા માટે નમવું પડે જુકવું પડે. નેતા એ જીત્યા પછી આસમાનમા ન પહોંચે. 7 વર્ષથી વાવ વિધાનસભા વિકાસથી વંચિત છે. સ્વરૂપ ઠાકોર નું કાર્યાલય ગાંધીનગર હશે.