January 18, 2025

અલ્પેશ ઠાકોરની લવસ્ટોરી છે એકદમ અદ્ભૂત

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરતા અલ્પેશ ઠાકોર વિશે રાજકારણને લઇને તો તમને ઘણી વાતો ખબર હશે. પરંતુ તેમના પરિવારમાં કોણ છે. તે તમને નહીં ખબર હોય. આજે અમે તમને જણાવીશું કે તેમના પરિવારમાં તેમના પત્ની અને તેમને બે દીકરા છે. અલ્પેશ ઠાકોરના પત્ની કિરણ ઠાકોર તેમના દીકરા ઉત્સવ અને અભય છે. જોકે, અલ્પેશ ઠાકોરના રાજકારણ સિવાય શું તમને તેમની લવસ્ટોરી વિશે કંઇ ખબર છે. તો આવો જાણીએ.

 

View this post on Instagram

 

A post shared by Alpesh Thakor (@alpeshthakor_)

તમને જાણીને નવાઇ લાગશે કે અલ્પેશ ઠાકોરે લવમેરેજ કર્યા છે. તેઓ એકદમ રૂઢિ ચુસ્ત સમાજમાંથી આવતા અલ્પેશ ઠાકોરે લવ મેરેજ કર્યા છે. કોલેજમાં અલ્પેશ અને તેમની પત્ની સાથે જ અભ્યાસ કરતા હતા અને બંનેને પ્રેમ થઈ ગયો. જોકે સદનસીબે બંનેના પરિવાર લોકો લવમેરેજ માટે માની ગયા હતા. જોકે, ઘણી વખત અલ્પેશ ઠાકોર તેમની પત્ની સાથે વીડિયો અને તસવીરો સામે આવતી હોય છે.

નોંધનીય છે કે નહેરુ બ્રિજ પર પતંગ હોટલની સામે અલ્પેશ ઠાકોરે કિરણને પ્રપોઝ કર્યું હતું. એક વર્ષ સુધી નહેરુ બ્રિજ પર બંને ચાલતા ચાલતા જતા. બંનેને ખબર પણ હતી કે પ્રેમ છે છતાંય પ્રપ્રોઝ કરવાની હિંમત નહોતા કરતા. મારો તમામ સમય મારી પત્નીએ જોયો છે. મારા જીવનમાં બે લોકોનો ખુબ મોટો ફાળો છે. એક મારા પપ્પા અને બીજી મારી પત્ની, બંનેને ખુબ પ્રેમ પણ કરુ છું.

તેમણે તેમની પત્ની માટે હાથમાં બ્લેડથી નામ પણ કોતર્યું હતું. તેઓ તેમની પત્નીને બહું પ્રેમ કરે છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં જો કોઇ લગ્ન માટે ન માન્યા હોત તો તેઓ ભાગીને લગ્ન કરતા. જોકે, બાદમાં પરિવારના સદસ્યો માની ગયા હતા. તમને જણાવી દઇએ કે, તેઓ રાજકારણ સિવાય તેમની પત્ની અને દીકરાઓને પણ સમય આપે છે.